Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મનો મામલો, બે આરોપીઓની ઘરપકડ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે યુવકોએ સામુહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે બે નરાધમ યુવકોને ગણતરીના સમયમાં નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
bharuch  દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મનો મામલો  બે આરોપીઓની ઘરપકડ
Advertisement
  • દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે યુવકોએ દુષ્કર્મ આચર્યું
  • ગણતરીના સમયમાં આરોપીઓની ઘકરકડ
  • મહિલાઓની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા

Gang rape case : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક ગામમાં બંને પગે એક હેન્ડીકેપ 20 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ રાત્રીના તે પોતાના મકાનમાં સુઈ ગઈ હતી તે સમયે ગામના જ બે હવસખોર ઈસમોએ પૂર્વ આયોજીત પ્લાન ઘડીને યુવતીના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ યુવતી જે પથારીમાં સુઈ ગઈ હતી તેની બાજુમાં સુઈ જઈને યુવતીનુ મોઢું દબાવી હાથ પકડીને પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી

ત્યાર બાદ બીજા ઈસમે પણ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે ઘરમાં સુતેલી યુવતીની ભાભીને અવાજ આવતાં તે જાગી ગયા હતા અને જોતા જ તેઓ ચોંકી ગયા હતા. ભાભીએ બૂમાબૂમ કરતા બંને હવસખોર અંધારામાં ભાગી ગયા હતા. જોકે યુવતીનો ભાઈ તેમને પકડવા માટે તેમની પાછળ ભાગ્યો હતો. પરંતુ બંને હવસખોર અંધારુ હોવાથી ભાગવામાં સફળ રહ્યા હતા. આ બાબતે યુવતીની માતાએ ગામના બંને ઈસમો પર તેમની પુત્રી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વિવિધ ગામોમાં સર્ચ ઓપરેશન

જંબુસર પોલીસે તરત જ યુવતીનું મેડિકલ કરાવી વધુ તપાસ હાથ ધરી. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો ગોઠવવામાં આવી. છેલ્લા 24 કલાકમાં જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે બાતમીના આધારે પોલીસે નડીયાદ ગામની સીમમાંથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

Advertisement

આ પણ વાંચો : VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ રોડ પરનો ડામર પીગળવાનું શરૂ

પોલીસને મળેલી બાતમીના આધારે દુષ્કર્મ આચરનારા બન્ને આરોપીઓ નડીયાદ ગામની સિમમા જ સંતાયા હતા, જંબુસર પોલીસની ટીમે નડીયાદ ગામની સિમમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ આરોપીઓની ધરપકડ તથા રીમાન્ડ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

સામાજિક જાગૃતિની જરૂર

આ ઘટનાએ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હજુ તો ગઈકાલે જ વિશ્વ મહિલા દિન નિમિત્તે દેશભરમાં મહિલાઓને લગતા ઘણા કાર્યક્રમો યોજાયા હતા. ઘણા મોટા નેતાઓ અને સમાજના આગેવાનોએ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરી, પણ શું સરકાર કે સમાજના આગેવાનોને આ અંગે કોઈ ચિંતા છે ખરી ? શું ગુજરાતમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓથી સરકારને શરમ આવે છે ખરી ? શું સરકાર આ પ્રકારની ઘટનાઓ રોકવા કોઈ નક્કર પગલા લેશે કે ગુજરાતની દિકરી આમ જ આવી માનસિકતાનો ભોગ બનતી રહેશે ? મહિલાઓની સુરક્ષા અંગેના સરકારના તમામ દાવાઓ પોકળ સાબીત થયા છે.  હવે સમય આવી ગયો છે કે મહિલાઓએ પોતાની રક્ષા માટે સ્વબચાવ કરતા શીખવુ પડશે. શરમ અને સમાજનો ભય દૂર કરવો પડશે. હાલ તો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ સમાજમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પ્રબળ જાગૃતિ અને સજાગતાની ખુબ જ જરૂર છે.

આ પણ વાંચો :  VADODARA : અંડરગ્રાઉન્ડ કચરાપેટીની ફરતે ગંદકીનો ખડકલો, લોકજાગૃતિનો અભાવ

Tags :
Advertisement

.

×