Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ કરતા ચોંકી ઊઠી હતી.
bharuch   પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવા મામલે રેસ્ટોરન્ટ સામે મોટી કાર્યવાહી
Advertisement
  1. Bharuch માં પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા નીકળવાનો મામલો
  2. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ડ સામે કરી મોટી કાર્યવાહી
  3. રસોડામાં તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા, રેસ્ટોરન્ડને બંધ કરી નોટિસ ફટકારી
  4. વેજ અને નોનવેજ એક જ જગ્યાએ બનતું હતું, ડ્રેનેજ લાઇનો પણ ખુલ્લી હતી

ભરૂચની (Bharuch) શ્રવણ ચોકડી નજીકની એક રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા અને હાડકીઓ નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવી ફોટા વાઇરલ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) આજે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક જ રસોડામાં એક જ જગ્યાએ વેજ અને નોનવેજની વાનગીઓ તૈયાર થતી હોવાનાં અને ડ્રેનેજ લાઇનો ખુલ્લી હોવાનાં ચોકાવનારા દ્રશ્ય જોવા મળતા કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો - Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો

Advertisement

પનીરની સબ્જીમાંથી ચિકનનાં ટુકડા અને હાડકીઓ નીકળી હતી!

ભરૂચ જિલ્લામાં (Bharuch) 'નામ બડે દર્શન છોટે' જેવો ઘાટ જોવા મળ્યો છે. શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટમાં (Shri Rishi Chittunadhu Restaurant) એક પરિવાર જમવા ગયો હતો અને તેમણે પનીરની સબ્જી મંગાવી હતી. પનીરની સબ્જી આરોગતા પનીર સાથે ચિકનનાં ટુકડા અને હાડકીઓ નીકળતા જ સ્વાદ પ્રેમીનો સ્વાદ ફિક્કો પડી ગયો હતો અને ગુસ્સો આસમાને ચડી ગયો હતો. તાત્કાલિક વેઇટરોને બોલાવી જાણ કરતા ભૂલ પણ સ્વીકારી હતી પરંતુ, આ બાબત બહુ ગંભીર હોવાથી તેઓએ રેસ્ટોરન્ટમાં જ જે ડીશમાં પનીરની સબ્જી સાથે ચિકનનાં ટુકડા આવ્યા હતા તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટમાં ન જવા માટે અપીલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક રેસ્ટોરન્ટ બંધ કરાવી નોટિસ ફટકારી

આ ઘટના સામે આવતા ભરૂચનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) શ્રી ઋષિ ચિટ્ટૂનાડું રેસ્ટોરન્ટ પહોંચ્યું હતું અને જ્યાં વાનગીઓ તૈયાર થાય છે ત્યાં તપાસ કરી હતી. દરમિયાન, રસોડાની અંદર વેજ અને નોનવેજ વાનગીઓ એક જ જગ્યાએ તૈયાર થતી હોય અને ડ્રેનેજ લાઈનો પણ ખુલ્લી હોય અત્યંત ગંદકીનાં સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાનાં ચોકાવનારા દ્રશ્યો જોઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક રેસ્ટોરન્ટને બંધ કરી નોટિસ ફટકારી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Kutch : વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વૃદ્ધ અરજદારે ભુજ કલેકટર કચેરીએ લેટળીયા ખાધા!

Tags :
Advertisement

.

×