ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch: બિસ્માર માર્ગોના પ્રશ્ને રીક્ષા એસોસિએશનના ધરણા પ્રદર્શન, કોને સમર્થન આપવું ભાડે પડ્યું?

Bharuch: રીક્ષા એસોસિએશન કોંગ્રેસ અને આપના સમર્થન હોવાના આક્ષેપ સાથે મંજૂરી વિના ધરણા પ્રદર્શન ઉપર બેસી જતા પોલીસે મંજૂરીની માંગણી કરતા ધરણા પ્રદર્શન સમેટાયું હતું,
07:15 PM Jan 02, 2025 IST | VIMAL PRAJAPATI
Bharuch: રીક્ષા એસોસિએશન કોંગ્રેસ અને આપના સમર્થન હોવાના આક્ષેપ સાથે મંજૂરી વિના ધરણા પ્રદર્શન ઉપર બેસી જતા પોલીસે મંજૂરીની માંગણી કરતા ધરણા પ્રદર્શન સમેટાયું હતું,
Bharuch
  1. એસોસિયેશનના પ્રમુખથી સમર્થન આપનારા લાલઘૂમ
  2. મંજૂરી ન હોવાના કારણે ધારણા પ્રદર્શનમાં ન જોડાયા: આપ જિલ્લા પ્રમુખ
  3. ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ હરેશ પરમારે લગાવ્યો આવો આક્ષેપ

Bharuch: ભરૂચ શહેર અને નગરપાલિકાની હદ વિસ્તારમાં મહંમદપુરાથી બાયપાસ ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં માર્ગો બિસ્માર બન્યા હતા અને રસ્તા પર થીગડા મારવા માટે પણ રજૂઆત કરાઈ હતી. તેવા આક્ષેપ સાથે રીક્ષા એસોસિએશન કોંગ્રેસ અને આપના સમર્થન હોવાના આક્ષેપ સાથે મંજૂરી વિના ધરણા પ્રદર્શન ઉપર બેસી જતા પોલીસે મંજૂરીની માંગણી કરતા ધરણા પ્રદર્શન સમેટાયું હતું, પરંતુ મીડિયાના નિવેદનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અને હોદેદારોની હાજરીમાં જ કોંગ્રેસ વિરુદ્ધ ટિપ્પણી અને નિવેદન કરતા કોંગ્રેસમાં 2 ભાગલા પડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઘરણા પ્રદર્શન માટે તંત્રએ નહોતી આપી પરવાનગી

સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસાના સમયમાં ભરૂચમાં બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ન કરવામાં આવતા જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા મહંમદપુરા ચોકડી નજીક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મહંમદપુરાથી જંબુસર બાયપાસ અને મહંમદપુરાથી વેજલપુર સુધીના બિસ્માર માર્ગના પગલે આ ધરણા પ્રદર્શનનું એલાન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને કોંગ્રેસ અને આપ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ઘરણા પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી ન આપતા ધારણા પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું.

ધરણા પ્રદર્શનને લઈને અત્યારે અનેક વિવાદો સામે આવ્યાં

બિસ્માર રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શનમાં રીક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિર્ઝા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના આગેવાન ઝુબેર પટેલ સહિતના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા. રીક્ષા એસો.ના પ્રમુખે ધરણા પ્રદર્શનમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મિલીભગતના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસની જ હાજરીમાં આબિદ મીઝા કહેવાતા રીક્ષા એસોસિએશનના પ્રમુખે કોંગ્રેસની જ જેમ ખોટું નિવેદન આપતા સમગ્ર દિવસ દરમિયાન લોકો માટે નિવેદન મજાક રૂપી બની ગયું છે.

વિપક્ષ અને કોંગ્રેસ નગર સેવકો સામે જ બળાપો કાઢ્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર રસ્તા મુદ્દે મંજૂરી વિનાજ રિક્ષા એસોસિએશનના ધારણા પ્રદર્શનમાં સમાધાન અર્થે કોંગ્રેસ ગઈ શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં જ રીક્ષા એસોસિએશનના પ્રમુખે વિપક્ષ અને કોંગ્રેસ નગર સેવકો સામે જ બળાપો કાઢ્યો હતો. જેના પગલે ઉપસ્થિત કોંગ્રેસીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા અને રીક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખ આબિદ મિર્ઝાના નિવેદનને વખોડી નાખ્યું હતું.

લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છેઃ રીક્ષા એસો. પ્રમુખ

ભરૂચમાં રીક્ષા એસો.ના પ્રમુખના આક્ષેપો મુદ્દે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજુઆત કરવામાં આવી જ પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડવાની કામગીરી કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસને ઘણા લોકો ગેરમાર્ગે દોરી સમર્થનો લેવડાવી રહેતા હોય તેવા આક્ષેપ કરી પશ્ચિમ વિસ્તારમાં તાજેતરમાં જ ઢાલથી મહંમદપુરા સુધીનું માર્ગ બનાવવામાં પણ આવ્યો છે. શહેરીજનો પણ જાણે છે તેમ કહી વિઘ્ન સંતોષીઓ પર વિપક્ષીઓ એ આક્ષેપ કર્યા હતા.

પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે!

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સબ સલામત નથી એવું દેખાઈ રહ્યું છે. જોકે એક વર્ષ પછી નગરપાલિકાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ ક્યાંકને ક્યાંક લોકો નેતા બનવા માટેના અભરખા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે ઇન બિન તીન સાથે રાખી ઘણા પ્રદર્શન યોજે છે. પરંતુ મંજૂરી ન હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી હોવાનું પણ સત્તાપક્ષ હોય ટેલીફોનિક વાતચીતમાં કહ્યું છે.

આ પણ વાંચો: Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

ભરૂચમાં દિવસ દરમિયાન કોંગ્રેસ બની મશ્કરી રૂપ?

શહેર કોંગ્રેસ સમિતિએ રિક્ષા એસોસિએશનને રસ્તા મુદ્દે સમર્થન આપ્યું પરંતુ રીક્ષા ચાલકો જ ન જોડાયા અને કોંગ્રેસ સમિતિ જોડાઈ ગઈ અને આ જ કાર્યક્રમમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખે કોંગ્રેસના જ વિપક્ષની ઉપર પ્રહાર કરતા સમર્થનહતોનારા કોંગ્રેસી ચિંતામાં મુકાઈ ગયા હતા. જેના પગલે સમગ્ર વીડિયો દિવસ દરમિયાન ભરુચવાસીઓ માટે મનોરંજનરૂપી સાબિત થઈ ગયો હતો.

આ પણ વાંચો: Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું

ચૈતર વસાવા ઉપર જાહેરનામા ભંગનો ગુનો બનતો હોય તો ભરૂચમાં કેમ નહીં?

પદયાત્રા મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપારડીના પી.આઈ પોતે ફરિયાદી બની જાહેરમાં ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં મંજૂરી ન હોવાનો આક્ષેપ થયો હતો હાલમાં ભરૂચમાં પણ મહંમદપુરા નજીક ધરણા પ્રદર્શનની મંજૂરી ન હોવા છતાં તેમણે હટાવવામાં આવ્યા. પરંતુ સાચા અર્થમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન થયો હોવાના કારણે ધારાસભ્ય ઉપર થયેલી ફરિયાદમાં પોલીસ પોતે જ કાયદાના ત્રાજવા અલગ અલગ રાખતી હોવાના આક્ષેપ સાથે પુરાવા રજૂ કરના હોવાની માહિતી લોકોમાં ચર્ચાસ્પદ બની હતી.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Ahmedabad : શાળાએથી ઘરે જતાં સાઇકલ સવાર વિદ્યાર્થીને આઇસરચાલકે મારી જોરદાર ટક્કર અને..!

Tags :
BharuchBharuch aapBharuch congressbharuch congress leader heresh parmarBharuch DistrictBharuch district NewsBharuch Rickshaw AssociationGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsRickshaw AssociationRickshaw Association dharnaTop Gujarati News
Next Article