Bharuch: શાળાનો વાઇસ પ્રિન્સિપાલ નીકળ્યો લંપટ, 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે કર્યુ દુષ્કર્મ!
- શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે અગાઉ દુષ્કર્મ બાદ પુનઃ
- પોતાની ઓફિસમાં બોલાવી શારીરિક અડપલા સાથે દુષ્કર્મ કર્યું
- દુષ્કર્મ કરનાર વાઇસ પ્રિન્સિપાલની લંપટા પુનઃ છતી થઈ
- ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરી ધમકી આપી
Bharuch: શિક્ષણ જગતને લાંછન લગાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપરની એક સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપાલે 2 વર્ષ પહેલાં પહેલા ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી. ત્યારબાદ હાલમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની તરીકે આવેલી તે જ વિદ્યાર્થિની સાથે પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવી તેણીની સાથે ગંભીર પ્રકારના અડપલા કરી ગુપ્તાંગમાં ગંભીર પ્રકારનું કૃત્ય કરવા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.
વાઈજ પ્રિન્સિપાલે વિદ્યાર્થિની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે તેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે, આજથી વર્ષ 2021 - 22 ફેબ્રુઆરીમાં ભોગ બનનાર ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. તે વેળા સ્કૂલના જે તે વખતના વાઇસ પ્રિન્સિપાલ કમલેશ રાવલએ ભોગ બનનાર ફરિયાદી વિદ્યાર્થિની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ પણ કર્યું હતું. તે સમયે કમલેશ રાવળ વિદ્યાર્થિનીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવા સાથે પરીક્ષા નહીં આપવા દેવાની પણ ધમકી આપી હતી. જેના કારણે ભોગ બનનારનું મોઢું બંધ રહ્યું હતું પરંતુ હદ તો હાલમાં 10 દિવસ પહેલા શાળાના એ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ પણ ભેગા થયા હતા.
જાણો આ લંપટ પ્રિન્સિપાલની કાળી કરતૂત વિશે!
શાળા સંચાલકોએ વોટ્સએપ ગ્રુપ બનાવી વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મનો ભોગ બનેલી ફરિયાદીને પણ જોડવામાં આવી હતી. તેના નંબર પરથી નંબર મેળવી જે તે વખતના વાઇસ પ્રિન્સિપાલ કમલેશ રાવલે ફરિયાદી વિદ્યાર્થીને whatsapp ઉપર અભદ્ર માંગણી કરવા સાથે ગંભીર પ્રકારના ફોટા મોકલી સતત હેરાનગતિ કરતો રહ્યો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના સંમેલનમાં આવતા જ ફરી વિદ્યાર્થિની સાથે જ પોતાની હવસ સંતોષવા માટે વિદ્યાર્થિનીને સ્કૂલના ઓફિસમાં લઈ જઈને જાતિય સતામણી કરી દુષ્કર્મ કર્યું હતું.
આ પણ વાંચો: VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ, કહ્યું, 'બ્લાઇન્ડલી ચાલ, હું સેટ કરી દઇશ'
વિદ્યાર્થિનીએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની વાત કરી અને...
ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને અગાઉ પણ દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ આખરે સમગ્ર ઘટનાનું વર્ણન પોતાના પરિવાર સાથે કર્યું અને શાળાની અન્ય વિદ્યાર્થિની આવા લંપટ વાઇસ પ્રિન્સિપાલ કમલેશ રાવલની હવસનો ભોગ ન બને તે માટે ભૂતપૂર્વ વિદ્યાર્થિની કે જે દુષ્કર્મનો ભોગ બની હતી તેણે તાત્કાલિક નજીકના બી ડિવિઝન પોલીસમાં મથકે પહોંચી લંપટ અને હાલ પ્રિન્સિપલના પદ ઉપર બિરાજમાન કમલેશ રાવલ સામે દુષ્કર્મ પોકસો તથા અડપલા સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ શિક્ષકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
તમારી બાળકીઓ શૈક્ષણિક શાળાઓમાં કેટલી સુરક્ષિત છે?
ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હવે તો સરસ્વતી દેવીના મંદિર ગણાતા સ્કૂલમાં પણ વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે સરસ્વતી દેવીના મંદિર ગણાતા સ્કૂલમાં જ અગાઉ જે વિદ્યાર્થિનીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી તે જ વિદ્યાર્થિની પુનઃ એ કાર્યક્રમમાં આવતા પુનઃ તેની ઉપર દાનત બગાડતા આખરે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીએ ફરિયાદ નોંધાવી છે. જેના કારણે હવે વિદ્યાર્થિનીઓ સ્કૂલમાં પણ સુરક્ષિત ન હોવાનો અનુભવ વાલીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?
લંપટ પ્રિન્સિપલ સામે કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો?
લંપટ પ્રિન્સિપલ કમલેશ રાવલ સામે આઇપીસીની કલમ 376(2)(એફ) 376 (2) એન 376 (3)354એ 506 તથા પોક્સો એક્ટ 6,10,12 મુજબ ગુનો દાખલ કરી લંપટ પ્રિન્સિપાલ કમલેશ રાવલની ધરપકડના ગતિમાન કરાયા છે. લંપટ વોઈસ પ્રિન્સિપલ જ્યારે 2021 - 22માં ફરજ ઉપર હતા તે દરમિયાન વિદ્યાર્થિનીની સાથે તેણે પહેરેલી સ્કૂલની લેગીસમાં હાથ નાખી ગંભીર પ્રકારના અડપલા કર્યા હતા. તો સ્કૂલમાં બે વર્ષ પછી કાર્યક્રમમાં આવેલી તે જ વિદ્યાર્થિનીની સાથે પોતાની હવસ સંતોષવા હાલના પ્રિન્સિપાલ કમલેશ રાવલે વિદ્યાર્થિનીના પેન્ટમાં હાથ નાખી તથા અન્ય વસ્તુ નાખી અડપલા કરી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદમાં આક્ષેપ કરાયા છે.
અન્ય એક પરિણિત ઈસમે પણ દુષ્કર્મ કર્યું!
ભરૂચમાં પ્રિન્સિપાલ સામે નોંધાવનાર બળાત્કારની ફરિયાદ મામલો વધુ એક પોલીસ સ્ટેશનમાં પહોંચી શકે છે. બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તે જ પીડિતા સાથે અન્ય એક પરિણિત ઈસમે પણ દુષ્કર્મ કર્યું હોય અને તેનું વોટ્સએપ ચેટિંગ સેટિંગ પણ સામે આવ્યું હોય જેના પગલે વધુ એક ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં પણ દુષ્કર્મ અને પોક્સોની નોંધાઈ શકે તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


