Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : અલગ-અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશી સામે કડક કાર્યવાહી!

ભરૂચ જિલ્લા પોલીસે પણ અલગ-અલગ વિસ્તારોમાંથી 15 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કામગીરી આદરી છે.
bharuch   અલગ અલગ વિસ્તારમાં વસતા 15 બાંગ્લાદેશી સામે કડક કાર્યવાહી
Advertisement
  1. Bharuch માં જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી, 15 બાંગ્લાદેશી સામે કાર્યવાહી
  2. SOG પોલીસે તમામનાં રેકોર્ડની તપાસ કરવા સાથે પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
  3. SOG પોલીસે કાર્યવાહીનાં ભાગરૂપે તમામને હેડક્વાર્ટસ ખાતે રવાના કર્યાં
  4. LIB વિભાગ તમામનાં રેકર્ડ તપાસ બાદ બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરાશે

Bharuch : જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) પાકિસ્તાની આતંકીઓનાં હુમલાની ઘટનાને પગલે ગૃહમંત્રીએ પણ ભારત દેશમાં વસતા પાકિસ્તાનીઓને પરત મોકલવા અને બાંગ્લાદેશીઓને પણ શોધી કાઢી પરત તેમના દેશ રવાના કરવા આહ્વાનનાં પગલે ભરૂચ જિલ્લા પોલીસે પણ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 15 જેટલા બાંગ્લાદેશીઓને (Bangladeshis) ઝડપી પાડી તેમને પરત બાંગ્લાદેશ રવાના કરવાની કામગીરી આદરી છે.

આ પણ વાંચો - Gujarat: ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ, તપાસમાં 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા

Advertisement

Advertisement

J&K નાં પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં કાર્યવાહી

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં ભારતનાં 27 જેટલા પર્યટકો પ્રવાસની મજા માણી રહ્યા હતા તે દરમિયાન ચાર જેટલા આતંકીઓએ અચાનક રસી આવી પર્યટકો પર અંધાધૂન ગોળીબાર કરી નિર્દોષ લોકોની હત્યા કરી (Pahalgam Terror Attack) ફરાર થયા હતા. આ હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં પડ્યા છે, જેના પગલે ગૃહમંત્રીએ પણ ભારતમાં જેટલા પણ પાકિસ્તાનીઓ હોય તેઓને તેમના દેશ પરત મોકલવા સાથે બાંગ્લાદેશીઓને પણ પરત મોકલવાનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?

નન્નૂ મિયા નાળા, વ્હાલું ગામ નજીક 15 બાંગ્લાદેશીઓની શોધ કરાઈ

ગૃહમંત્રીનાં આદેશ બાદ ભાગરૂપ ભરૂચ એસઓજી પોલીસ (Bharuch SOG Police) તથા LIB સહિતની અલગ-અલગ પોલીસની ટીમોએ બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કામગીરી કરી ભરૂચનાં નન્નૂ મિયા નાળા તથા વ્હાલું ગામ નજીક રહેતા 15 જેટલા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમને તેમના વતન પરત મોકલવા માટેની કામગીરી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં (Bharuch) વસતા બાંગ્લાદેશીઓને અલગ-અલગ વિસ્તારોમાંથી શોધી કાઢી ભરૂચ એસોજી પોલીસ સ્ટેશને લાવી તેમની માહિતી મેળવી તેમને તેમના વતન પરત મોકલવા માટેની કામગીરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવાની કવાયત હાથ ધરાઈ છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

(ગુજરાત ફર્સ્ટની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાનાં મુદ્દાને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી.)

આ પણ વાંચો - Bhavnagar: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ લોકોમાં રોષ, કહ્યું- દેશની અખંડતા, એકતા અને અસ્મિતા પર હુમલો

Tags :
Advertisement

.

×