Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંસદ Mansukh Vasava ના પત્ર બાદ Bharuch તંત્રની ઊંઘ ઉડી, ખનીજ વિભાગ આવ્યું એક્શનમાં

MP Mansukh Vasava માટી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખતા હોય અને જ્યારે અધિકારીઓ માટી માફિયા ઉપર દરોડા પાડતા
સાંસદ mansukh vasava ના પત્ર બાદ bharuch તંત્રની ઊંઘ ઉડી  ખનીજ વિભાગ આવ્યું એક્શનમાં
Advertisement
  1. માટી ખનન કૌભાંડ ઉપર 2 બહાદુર મહિલા અધિકારીઓ પાડી રેડ
  2. મહિલા અધિકારીઓએ રેડ પાડી 5 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કર્યો
  3. અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો

Bharuch: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક છેવાડામાં આવેલા વજાપરા ગામની સીમમાં એકદમ અવાવરૂ અને જંગલ વિસ્તારમાં કુખ્યાત માટી ખનન માફિયાઓ દ્વારા મોટાપાયે માટી ચોરી માટે ખોદકામ કરવામાં આવતુ હોવાની બાતમીના આધારે ભરૂચ પ્રાત અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રીની સંયુક્ત ટીમે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો. તંત્રએ રેડ દરમ્યાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતા બે પોકલેન અને વહન કરતા 18 ડમ્પરો મળી કુલ રૂપિયા 5.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દહેજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.

અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરનાર તત્વોમાં ફફડાટ

શુક્લતીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતા-પુત્ર સહિત ત્રણ જણના નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ નર્મદા નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢનારા તત્વો પર તંત્રએ લાલઆંખ કરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ ઉપરાંત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા માટી ખનન પર રોક લગાડી ખનન માફીયાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. જેના ભાગરૂપે વાગરા તાલુકાના વજાપરા ગામે માટી ખનન ઉપર ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી ખાણ ખનીજ વિભાગ અધિકારી રચના ઓઝા વાગરા મામલતદાર સહિતના અધિકારીઓએ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું, ત્યાં દરોડા પાડતા જ વાગરા તાલુકાના દહેજના વજાપરા ગામની સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Advertisement

18 ડમ્પરો મળી કુલ 5.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

વજાપરા ગામની સીમમાં કે જયાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરૂ અને સુમસામ જંગલ વિસ્તારમાં બંને બહાદુર મહિલા અધિકારી ખાણ ખનીજ વિભાગ અને એસડીએમએ પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનનના રેકેટને ઝડપી પાડયુ હતુ. એસડીએમ મનીષા માનાણી અને ખાણ ખનીજ વિભાગના રચના ઓઝા બંને મહિલા અધિકારીની બહાદુરીએ આખરે ગેરકાયદેસર માટી ખનન ઉપર પહોંચી જતા સ્થળ ઉપરથી તંત્રએ સ્થળ પર માટી ખોડકામ કરતા 2 પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા 18 ડમ્પરો મળી કુલ 5.2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. બહાદુર મહિલાઓએ રેડ પાડી હોવાની માહિતીના આધારે આખરે કેટલાક નેતાઓએ અધિકારીઓને ફોન કરીને ભલામણો પણ શરૂ કર્યું હોવાનું ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ એક તરફ સાંસદ મનસુખ વસાવા માટી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખતા હોય અને જ્યારે અધિકારીઓ માટી માફિયા ઉપર દરોડા પાડતા હોય ત્યારે ભલામણો કરવી કેટલી યોગ્ય તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

Advertisement

આ પણ વાંચો: Land Scam: લ્યો બોલો! વડોદરાના શિક્ષકની જમીન ગઠિયાઓએ 92 લાખમાં વેચી દીધી

માટી કૌભાંડમાં ભાજપના જ લોકોની સડોવણી હોવાની ચર્ચા!

અગાઉ વાગરા તાલુકાના વજાપરા ગામે રેડ પાડતા ભાજપના જ દલાલો નીકળ્યા હતા અને તેમાં કોઈ લકીના નામની સડોવણી સામે આવી હતી ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ભાજપના જ લોકોના નામો ખુલેલા અને આ લકીની પણ સડવણી હોય તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી રહી છે. 6 મહિના અગાઉ પણ આ જ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી અને દંડ કરવામાં પણ ગોબાચારી થઈ હતી. તે સમયે પણ વિજિલન્સ ટીમે રેડ પાડી હતી ત્યારબાદ પણ સત્તામાં ભાજપ જ હોય તેમ માની પુનઃ માટી ચોરીનું ભમાફિયાઓનું કારસ્તાન આખરે બે મહિલા બહાદુરે ખોલી નાખ્યું છે.

આ પણ વાંચો: લોકમેળાને પુનઃ ઉજાગર કરવા હર્ષ સંઘવીની અનોખી પહેલ, વાંચો આ અહેવાલ

આ લોકો સામે કાર્યવાહી કરવામાં માટે કરાઈ માંગ

6 મહિના અગાઉ જ વાગરાના દહેજના વજાપરા ગામે ગાંધીનગરની વિજિલન્સ ટીમે રેડ પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જેમાં લકી અને ભાજપના નેતાઓની સંડાઓની સામે આવી હતી.તે સમયે પણ ભરૂચનું તંત્ર આ ખાડા કામ કરતા સાંસદના પત્ર બાદના તંત્રએ ફરી તે જ જગ્યાએ રેડ પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ત્યારે સાચા અર્થમાં કાયદાકીય રીતે જે સ્થળે માટીનું ખનન થયું છે, તેની માપણી કરી દંડ કરવામાં આવે વસૂલવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે તો જ તંત્ર સાચી રીતે કામગીરી કરતી સાબિત થઈ શકે તેમ છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રદર્શન

અંગારેશ્વર ગામનો એક અગ્રણી કોંગ્રેસમાંથી ભાજપમાં કેમ જોડાયા?

સતા પક્ષમાં ભલે ભાજપના હાથમાં હોય પરંતુ ભાજપમાં જોડાવાનું કારણ કરોડપતિ બનવાનું હોઈ શકે તેવું માનવામાં આવે છે. આ જગ્યાએ માટી ખનન કરવી અને રાતો રાત કરોડપતિ બનવા માટે ભાજપમાં જોડાયેલાઓના અનેક કારસ્તાન સામે આવી રહ્યા છે. ભરૂચના મંગલેશ્વર અંગારેશ્વર ગામનો એક અગ્રણી કોંગ્રેસમાંથી ભાજપમાં કેમ જોડાયા અને તેની પાછળ માટી ખનનમાં તેની કેટલી કાર્યવાહી થઈ તેવા અનેક સવાલો વચ્ચે આ નેતા ઉપર પણ કયા ભાજપના નેતાના આર્શીવાદ છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

 

Tags :
Advertisement

.

×