Bharuch: શુકલતીર્થ ગામે જાત્રાના અંતિમ દિવસે નદીમાં 3 લોકો ડૂબ્યા, પરિવારે કર્યા આવા આક્ષેપો
- શુકલતીર્થના મેળાનો અંતિમ દિવસ માનવ મહેરામણ ઉમટ્યું
- પરિવારજનોએ ભારે આક્રોશ સાથે કર્યા આવા આક્ષેપો
- એક પર પરિવારના ત્રણ લોકોના ડૂબી જતા પરિવારમાં શોકનું મોજું
Bharuch: ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં શુકલતીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમામાં 6 દિવસનો મેળો યોજાય છે અને દેવ દિવાળીના અંતિમ દિવસે સમગ્ર ગુજરાતમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. આજે અંતિમ દિવસે પણ નર્મદા નદીના કાંઠે જાત્રા ચાલુ હોવા રેતી ખનન કરાઈ રહ્યું છે. જાત્રામાં આવતા લોકો નર્મદા સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોવાના કારણે ડૂબકી લગાવતા હોય છે. ગઈકાલે એકનું ડૂબી જતા મોત થયું જ્યારે આજે ભરૂચ (Bharuch)ના વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે હજુ પિતા પુત્રની શોધખોળ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે.
ભરૂચના વેજલપુરના ત્રણ લોકો ડૂબ્યા
મળતી વિગતો પ્રમાણે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નર્મદા નદીમાં નાહવા જતા તે ડૂબી જતા તેનું મોત થયું હતું. આજે બીજા દિવસે ભરૂચ (Bharuch)ના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિઝામવાડી વિસ્તારમાંથી ઘણા લોકો શુકલતીર્થની યાત્રામાં ગયા હતા. શુકલતીર્થની યાત્રામાં વેજલપુરના નિઝામવાડીના મિસ્ત્રી પરિવારના લોકો ગયા હતા અને નર્મદા સ્નાન કરવા જતાં જ અંદર ઊંડાણ થતાં તેઓ ડૂબી ગયા હતા. જેમાં 9 વર્ષના દિશાંત મિસ્ત્રીનું ડૂબી જતા મોત થયું હતું. જ્યારે તેની સાથે અન્ય વસત મિસ્ત્રી અને બીનીત મિસ્ત્રી પણ નર્મદા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે લાપતા બનતા સતત શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લાંચ પેટે દોઢ લાખનો iphone લેતા ઝડપાયા પોલીસ ઇન્સ્પેક્ટર, ACB એ ગોઠવ્યું હતું છટકું
નદીની આજુબાજુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ખનન
નોંધનીય છે કે, હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ મૃતકના પરિવારજનોએ નદીની આજુબાજુ રેતીખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે જેને લઇને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્રણ લોકો ડૂબી ગયા હોવાના અહેવાલોના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર મૃતક બાળકના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી ભારે દુઃખ પ્રગટ કરવા સાથે રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Surat: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા
મૃતકનો પરિવાર ઘટતા સ્થળે પહોંચતા રેતીખનને લઈ આક્રોશ
શુકલતીર્થના નર્મદા નદીના ઘાટ ઉપર મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને આ વાતથી પણ તંત્ર અજાણ નથી પરંતુ તંત્ર પણ હવે ગાંધીજીની તીન બંદર ની ભૂમિકામાં રહેતા નર્મદા નદીમાં નાહવા આવતા લોકો ડૂબીને મોતને ભેટતા હોવાના આક્રોશ સાથે મૃતકના પરિવારજનોએ પણ લીઝ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. રેતીખનનના કારણે જ નદીમાં ઊંડાણ થવાના કારણે લોકોના ડૂબી જવાના કારણે મોત થતા હોવાના આક્ષેપો કર્યા હતા.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: ‘ભાગલા પાડતા આદિવાસી નેતાઓ ચેતી જજો’ બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લાધુ પારગીનું મોટું નિવેદન


