Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી, ઘટના સિસિટિવીમાં થઈ કેદ

Surat: સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ખુબ જ વરસાદ થઈ રહ્યો છે. અતિભારે વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સુરત (Surat)માં એક ટેનામેન્ટની દીવાલ ધરાશાયી...
surat  જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી  ઘટના સિસિટિવીમાં થઈ કેદ
Advertisement

Surat: સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ખુબ જ વરસાદ થઈ રહ્યો છે. અતિભારે વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સુરત (Surat)માં એક ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ બનેલા ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થઈ છે. મળતી વિગતો પ્રમાણે ટેનામેન્ટની દીવાલ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી ગઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, આ ઘટના સુરત (Surat)માં આવેલા ભટાર વિસ્તારમાં બનવા પામી છે.

એક વર્ષમાં જ ટેનામેન્ટની પેરામીટર વોલ ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, આજથી એક વર્ષ પહેલા જ આ ટેનામેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક વર્ષમાં જ ટેનામેન્ટની પેરામીટર વોલ ધરાશાયી થઈ તૂટી પડતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. જોકે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ તે કહેવત સાચી પડી અને સદનસીબે મોટી દુર્ઘટના તળી ગઈ હતી. નોંધનીય છે કે, આ દીવાલ ધરાશાયી થવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે, આ દીવાલ માત્ર એક વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી, પરંતુ અત્યારે તે ધરાશાયી થઈ ગઈ છે.

Advertisement

Advertisement

દર ચોમાસે આવી પરિસ્થિતિનો કડવો અનુભવ થાય છે

અત્યારે સુરતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરમાં ઠેક ઠેકાણે જગ્યા પર પાણી ભરવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વિગતે વાત કરવામાં આવે તો, ઉમરા, વેસુ, અઠવા, પુણા અને ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે સુરતની મહાવીર કોલેજની બહાર કમર સુધી પાણી ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ 20 થી 30 જેટલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. નોંધનીય છે કે, અત્યારે તંત્રની કામગીરી પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે. લોકોએ કહ્યું કે, દર ચોમાસે આવી પરિસ્થિતિનો કડવો અનુભવ થાય છે.

આ પણ વાંચો: Amreli: ધૂધળા વિકાસની નિશાની! 23 વર્ષથી લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે ખાંભાનું એસટી ડેપો

આ પણ વાંચો: US Elections : અમેરિકામાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ જો બાઇડેનની ચોંકાવનારી જાહેરાત

આ પણ વાંચો: Surat : ડાયમંડ સિટી બેટમાં ફેરવાઈ! અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

Tags :
Advertisement

.

×