Bhavangar: 'ગામની શાંતિ ડોહોળવાનો પ્રયાસ', પાટીદાર દંપતિ પર હુમલા બાદ ભરવાડ સમાજની બેઠક
- ભાવનગર(Bhavangar)ના દેવળિયા(Devaliya)ગામે ભરવાડ સમાજની બેઠક
- પાટીદારો દ્વારા કરવામાં આવતા એકતાના પ્રયાસનો કર્યો વિરોધ
- રાજકીય રોટલા શેકવા જાતિવાદ ફેલાવતા હોવાનો કર્યો આક્ષેપ
- પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા થયો હતો હુમલો
- પાટીદાર આગેવાનો 30 કારના કાફલા સાથે પહોંચ્યા હતા
- દંપતી પર થયેલ હુમલા કેસમાં કાર્યવાહીની માંગ કરી હતી
Bhavangar:ભાવનગરના દેવળીયા ગામ (Devaliya village) ખાતે ખેડૂત પાટીદાર દંપતી પર થયેલા હુમલા બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે હવે ભરવાડ સમાજે આ અંગે બેઠક યોજી બહારથી આવી ગામનું વાતાવરણ ડહોળવાના આક્ષેપ કર્યા છે.
આજે દેવળીયા ગામે ભરવાડ સામાજે બેઠક યોજી હતી. પાટીદાર સમાજના યુવાનો દ્વારા કરવામાં આવતા એકતાના પ્રયાસનો વિરોધ કર્યો છે. આરોપ લગાવ્યો કે અમુક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા સમાજ-સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવે છે. બહારથી આવી ગામનું વાતાવરણ ડહોળી રહ્યા છે. જેથી ભરવાડ સમાજે વૈમનસ્ય ના ફેલાવવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર દંપતિ પર હુમલો થયા બાદ સુરતથી 30 કારના કાફલા સાથે પાટીદાર યુવકો દેવળીયા ગામે પહોંચ્યા હતા. જે બાદ ભરવાડ સમાજે બેઠક યોજી છે અને ગામમાં શાંતિ ડહોળવાના આરોપ લગાવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગત 15 નવેમ્બરે ઉમરાળના દેવળીયા ગામે પાટીદાર દંપતી (Patidar Couple) પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામનાં જ 8 શખ્સએ ખેડૂત ધનજીભાઈ અને તેમના પરિવારને મૂઢ માર માર્યો હોવાની ફરિયાદ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં (Umrala Police Station) થઈ હતી. ફરિયાદમાં આરોપ કરાયો હતો કે શખ્સોએ ધનજીભાઈના પ્લોટની દિવાલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ધનજીભાઈ, તેમના પત્ની પ્રભાબેન અને વૃદ્ધ માતા રાધાબેનને ઢીકાપાટુંનો ઢોર મારમારી જીવલેણ હુમલો કર્યો હતો.
આ મામલે ફરિયાદ થતાં પોલીસે ગભા ખેગાર ગમારા, કુલદીપ ગભા ગમારા, ઈંદુ ગભા ગમારા, રતા ઈંદુ ગમારા, માતર રામા ગમારા, સુરેશ ખેગાર ગમારા, રતા ગમારાનો મોટો દીકરો, વિરમ ખેગાનો નાનો દીકરો મળી કુલ 8 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Bhavangar: દેવળીયા ગામે હુમલાનો ભોગ બનેલા દંપતિને વ્હારે સુરત પાટીદાર સેવા સંઘ


