Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : જયપુરની SMS હોસ્પિટલમાં આગમાં 8 નાં મોત, મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી

આ દુર્ઘટનાનાં મૃતકોને ભાવનગરમાં કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) શ્રદ્ધાંજલિ આપી છે.
bhavnagar   જયપુરની sms હોસ્પિટલમાં આગમાં 8 નાં મોત  મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી
Advertisement
  1. જયપુરની SMS હોસ્પિટલમાં આગમાં 8 નાં મોત (Bhavnagar)
  2. કથાકાર મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
  3. મૃતકોના પરિજનોને 1 લાખ 20 હજારની સહાયની જાહેરાત
  4. મોરારી બાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

Bhavnagar : રાજસ્થાનનાં (Rajasthan) જયપુરમાં આવેલી SMS હોસ્પિટલમાં વિકરાળ આગ (SMS Hospital Fire) લાગવાની હચમચાવે એવી ઘટના બની હતી. રવિવારે રાત્રે હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરનાં ન્યુરો ICU વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 8 દર્દીનાં કરૂણ મોત નીપજ્યા હતા, જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી. આ દુર્ઘટનાનાં મૃતકોને ભાવનગરમાં કથાકાર મોરારી બાપુએ (Morari Bapu) શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ મૃતકોનાં પરિજનોને 1 લાખ 20 હજારની સહાયની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો - Vadodara : પશ્ચિમ રેલવે પોલીસે સ્નિફર ડોગની મદદ લઈ 2 ટ્રેનમાં ચેકિંગ કર્યું, પછી બેગમાંથી..!

Advertisement

Bhavnagar માં મોરારી બાપુએ મૃતકોનાં પરિજનોને સહાયની જાહેરાત કરી

રાજસ્થાનનાં જયપુરમાં સ્થિત સવાઈ માનસિંહ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં (Jaipur SMS Hospital Fire) 8 દર્દીઓએ જીવન ગુમાવ્યું હતું. આ દુર્ઘટના હોસ્પિટલનાં ન્યુરો ICU વોર્ડમાં બની હતી, જ્યાં બીમારીઓથી પીડાતા દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ દુઃખદ ઘટના પર કથાકાર મોરારી બાપુએ ગાઢ શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, મૃતકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી. આ સાથે મોરારી બાપુએ (Morari Bapu) મૃતકોનાં પરિવારોને 1 લાખ 20 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ જાહેર કરી છે.

Advertisement

આ પણ વાંચો - Arvalli: ફાર્મ હાઉસમાં 3 લાખની લૂંટ કરનારા બુકાનીધારી 6 ઝડપાયા

જયપુરની SMS હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 8 નાં મોત

જણાવી દઈએ કે, જયપુરમાં રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ SMS હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરનાં પ્રથમ માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓએ તાત્કાલિક બીજા માળે આવેલા ન્યુરો ICU વોર્ડમાં પ્રવેશ કર્યો, જ્યાં 20 થી વધુ ગંભીર દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ વોર્ડમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સિલિન્ડર જેવા જ્ઞાનીય સાધનો હતા, જેના કારણે આગ વધુ તીવ્ર બની હતી. જો કે, ફાયર બ્રિગેડની વિવિધ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - કિન્નર સાથે સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતા ટપોરીનો Video Viral થતાં પોલીસે કરી કાર્યવાહી, પાવૈયાની ધરપકડ બાકી

Tags :
Advertisement

.

×