Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: સમરસ હોસ્ટેલમાં પીરસાતું ભોજન સાવ હલકી ગુણવત્તાનું, ભોજનમાં જોવા મળી જીવાત

Bhavnagar: ભાવનગરમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસવામાં આવે છે. નોંધનીય છે કે, ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયું છે.
bhavnagar  સમરસ હોસ્ટેલમાં પીરસાતું ભોજન સાવ હલકી ગુણવત્તાનું  ભોજનમાં જોવા મળી જીવાત
Advertisement
  1. હોસ્ટેલમાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસાય છે
  2. વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયું
  3. વિદ્યાર્થીના ભોજનમાં ઈયળ અને લોટમાં જીવતો જોવા મળી

Bhavnagar: વિદ્યાર્થી પોતાના ઘરથી દૂર અભ્યાસ માટે જતા હોય છે. અહીં પોતાના અભ્યાસ માટે અનેક પ્રકારના પડકારોનો તેઓ સામનો કરતા હોય છે. વિદ્યાર્થી સારી રીતે ત્યારે જ ભણી શકે જ્યારે તેનું આરોગ્ય સચવાયેલું રહે. પરંતુ ભાવનગરમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસવામાં આવે છે. નોંધનીય છે કે, ભાવનગર શહેરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં મુકાયું છે.

આ પણ વાંચો: Mehsana: NOW START પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી! વધુ એક Ponzi schemeનો પર્દાફાશ

Advertisement

સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નબળી ગુણવત્તાનું છે

ભાવનગર શહેરમાં સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના ભોજનમાં ઈયળ અને લોટમાં જીવાતો જોવા મળી છે. વારંવાર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નબળી ગુણવત્તા સામે આવતી હોય છે. આખરે આવી બેદરકારી શા માટે? ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગરની સમરસ બોયસ હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે પણ ભોજનમાં નબળી ગુણવત્તા સામે આવતી હોય છે ત્યારે એડમિનિસ્ટ્રેટિવ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારી વારંવાર આવી બેદરકારી સાખી લેતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: Amreli: રાજુલાના કડીયાળી ગામના 4 વ્યક્તિઓની આત્મવિલોપનની ચીમકી, જાણો શું છે મામલો

સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું

આખરે શા મામે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહીં છે? વિદ્યાર્થીઓ માણસ છે કોઈ જાનવર નથી, પરંતુ અહીં તો વિદ્યાર્થીઓને જાનવર જેવું ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓ માનવા માટે તૈયાર નથી. અત્યારે તેઓ મામલે પ્રશાસન પાસેથી જવાબ માંગી રહ્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad પોલીસ કમિશનરે 14 PIની બદલીના આપ્યા આદેશ, વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.

×