Dhanera: બનાસકાંઠાનું વિભાજન થયું એટલે ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, શબ્દો થકી વ્યક્ત કર્યો રોષ
- નવા જિલ્લાથી કેટલાક તાલુકાના લોકોમાં રોષ જોવા મળ્યો
- પૂર્વ ધારાસભ્ય મફતલાલે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો
- વર્ષોથી સંઘમાં કામ કર્યું, છતાં તાલુકાની માંગ માટે લડત કરવાનીઃ મફતલાલ પૂરોહિત
Dhanera: બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ નવા જિલ્લાથી કેટલાક તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ધાનેરામાં જિલ્લા વિભાજનની લડાઈ હવે આરપારની લડાઈ બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ તેને લઈને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યાં છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત (Former MLA Mafatlal Purohit) ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો: Patan: 'બનાસ ડેરી' લખેલા ટેન્કરમાં મળ્યો લાખોનો દારૂ, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ
વાવ-થરાદ મોકલવા કરતા અમને જલિયાવાલા કરી નાખોઃ મફતલાલ પુરોહિત
ધરણા પ્રદર્શન દરમિયાન મફતલાલ પુરોહિત (Former MLA Mafatlal Purohit)એ ભાવુક થઈને કહ્યું કે, વિભાજનની નાનકડી વાતને લઈ ધાનેરાના લોકોને આંદોલન કરવું પડે છે, બનાસકાંઠામાં જ ધાનેરા રહે તે માટે દેશના ગૃહ મંત્રી અમિત શાહ જોડે ટેલીફોનિક વાત થઈ છે. વર્ષોથી સંઘમાં કામ કર્યું છે તેમ છતાં પણ તાલુકાની માંગ માટે લડત કરવી પડે છે’. વધુમાં મફતલાલ પુરોહિતે કહ્યું કે, ‘જો તમને અમે ન ગમતા હો અને વાવ થરાદ મોકલવા હોય એના કરતાં તો પાકિસ્તાનમાં મોકલી દો, વાવ-થરાદ મોકલવા કરતા અમને જલિયાવાલા કરી નાખો, મારી નાખો! અમારે રોજ રોજ મરવું એના કરતા એકજ વાર મરવું સારુ.’.
આ પણ વાંચો: BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!
દિયોદરમાં આજે વિભાજનને લઈને ઢોલ ઢબૂક્યા
નોંધનીય છે કે, ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના ધરણા પ્રદર્શનમાં હાજર રહી ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનને લોકોએ વધાવી લીધું હતું. માત્ર ધાનેરામાં જ નહીં પરંતુ જિલ્લા વિભાજનને લઈને ઠેર ઠેર વિરોધી યથાવત જોવા મળી રહ્યો છે. એક બાજુ ધાનેરામાં જિલ્લા વિભાજનને લઈને લોકો ધરણા પર બેઠા છે, તો બીજી તરફ જિલ્લાના વિભાજનને લઈને દિયોદરના લોકોએ પણ ધરણા પર બેસીને ઢોલ વગાડ્યા છે.
આ પણ વાંચો: Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી
શું સરકાર આ વિભાજનમાં ફરી વિચાર કરશે?
મળતી વિગતો પ્રમાણે સરકાર સુધી અવાજ પહોંચે તે હેતુથી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો છે, પરંતુ પ્રશ્ન એ થાય છે શું સરકાર આ વિભાજનમાં ફરી વિચાર કરશે કે કેમ? અત્યારે ખાસ કરીને ધાનેરા અને દિયોદરના લોકો નવા જિલ્લાનો વિરોધ કરી રહ્યાં છે, એટલું જ નહીં પરંતુ આનો વિરોધ કરવા પાછળ તેમની પાસે યોગ્ય કારણ હોવાનું પણ લોકો જમાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા નરશીભાઈ દેસાઈ પણ આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યાં હતાં.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


