Botad : હડદડમાં ઘર્ષણ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન, કહ્યું- શાંતિપ્રિય ગુજરાતમાં..!
- Botad માં હડદડમાં ઘર્ષણ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન
- શાંતિપ્રિય ગુજરાતમાં ખેડૂતો પરેશાન થયા: ઈસુદાન ગઢવી
- APMC માં ભાજપે કડદા મુદ્દે પરેશાન કર્યા: ઈસુદાન ગઢવી
- ખેડૂતોની હજારો ફરિયાદ આવતી હતી: ઈસુદાન ગઢવી
- આ મુદ્દે ભાજપે વિરોધ કરવો જોઈતો હતો: ઈસુદાન ગઢવી
Botad : બોટાદ જિલ્લાના હડદડ ગામમાં (Haddad) પોલીસ સાથે ઘર્ષણ મામલે AAP ના નેતાઓ સામે ફરિયાદ થઈ છે. આ મામલે હવે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની (Isudan Gadhvi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, શાંતિપ્રિય ગુજરાતમાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, APMC માં ભાજપે (BJP) કડદા મુદ્દે ખેડૂતોને પરેશાન કર્યા છે. ખેડૂતોની હજારો ફરિયાદ આવતી હતી. આ મુદ્દે ભાજપે વિરોધ કરવો જોઈતો હતો પરંતુ, AAP પર ખેડૂતોએ ભરોસો મૂક્યો.
Botad માં કપાસનાં કડદા મુદ્દે વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ થતા સ્થિતિ વણસી
ગઈકાલે બોટાદ (Botad) APMC માં કપાસના ભાવમાં થતાં કડદા મુદ્દે ગઈકાલે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ રીતે બંધ રાખવા માગ કરાઈ હતી. જો કે, ખેડૂતોનાં આ અંદોલનને આમ આદમી પાર્ટી (AAP) નો સપોર્ટ મળ્યો. બીજી તરફ પોલીસે ધરણા કે પ્રદર્શનની મંજૂરી ના આપતા મામલો ઉગ્ર બન્યો હતો અને કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થમારો અને આગચંપીથી સ્થિતિ વણસી હતી. આ કેસમાં પોલીસે AAP નાં કેટલાક નેતાઓ સામે ફરિયાદ નોંધી છે, જેને લઈ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની (Isudan Gadhvi) પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો - Botad Clash Case મામલે યજ્ઞેશ દવેના ગંભીર આરોપોથી માહોલ ગરમાયો
Botad | Haddad માં ઘર્ષણ મુદ્દે AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન | Gujarat First
શાંતિપ્રિય ગુજરાતમાં ખેડૂતો પરેશાન થયા: ઈસુદાન
APMCમાં ભાજપે કડદા મુદ્દે પરેશાન કર્યા: ઈસુદાન
ખેડૂતોની હજારો ફરિયાદ આવતી હતી: ઈસુદાન ગઢવી
આ મુદ્દે ભાજપે વિરોધ કરવો જોઈતો હતો: ઈસુદાન
AAP પર ખેડૂતોએ ભરોસો… pic.twitter.com/npg3UQgX7R— Gujarat First (@GujaratFirst) October 13, 2025
AAP નેતાઓ પાછળ હજારો પોલીસકર્મીઓ ગોઠવ્યા : ઈસુદાન ગઢવી
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, શાંતિપ્રિય ગુજરાતમાં જગતનો તાત ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. તેમણે સત્તારૂઢ પાર્ટી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, APMC માં ભાજપે ખેડૂતોને કડદા મુદ્દે હેરાન કર્યા છે. આ મુદ્દે ભાજપે (BJP) વિરોધ કરવો જોઈતો હતો પરંતુ, ખેડૂતોએ AAP પર ભરોસો મૂક્યો છે. ઇસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે, ભાજપે ખેડૂતોને મારવા માટેનાં આદેશો કર્યા હતા. સભામાં ભાજપના નેતાઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ ભાજપનાં ઈશારે કામ કરવાનું બંધ કરે. AAP નેતાઓ પાછળ હજારો પોલીસકર્મીઓ ગોઠવ્યા છે. રાજ્યમાં હત્યા, બળાત્કારની અનેક ઘટનાનો બની રહી છે, તેમાં પોલીસ યોગ્ય તપાસ નથી કરતી અને આપનાં નેતાઓ પાછળ પોલીસને મૂકી દેવામાં આવે છે.ઇસુદાન ગઢવીએ કહ્યું કે, આવી ઘટના ના બનવી જોઈએ, 54 લાખ ખેડૂતો તમને માફ નહીં કરે. તેમણે કહ્યું કે, આજે આખા ગુજરાતમાં માથે કાળી પટ્ટી બાંધી કાળા દિવસ તરીકે જોઈએ છે.
આ પણ વાંચો - Botad Police પર હડદડ ગામે હિંસક હુમલા બાદ આપના નેતાઓ, હોદ્દેદારો સહિત 85 સામે નામ જોગ ફરિયાદ, અનેકની ધરપકડ
અત્યાર સુઘીમાં 65 આરોપીઓની અટકાયત, AAP નાં કેટલાક નેતાઓ ફરાર
બોટાદના (Botad) હડદડમાં ઘર્ષણ મામલે પોલીસ એક્શનમાં આવી છે. અત્યાર સુઘીમાં 65 આરોપીઓની અટકાયત કરાઈ છે. જ્યારે આપ નેતા રાજુ કરપડા (Raju Karpada) અને પ્રવિણ રામ (Pravin Ram) સહિતના સામે નામજોગ FIR નોંધાઈ હોવાની માહિતી છે. હત્યાનાં પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરાયા છે. ખેડૂતોને ઉશ્કેરણી કરી હિંસા બાદ AAP નેતાઓ ફરાર થયા હોવાનો આરોપ છે. ઝડપાયેલા મોટાભાગનાં આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. ફરાર AAP ના હોદ્દેદારોની પોલીસ દ્વારા શોધખોળ કરાઈ રહી છે. મંજૂરી વગર ખેડૂત મહાપંચાયત યોજતા ઘર્ષણ થયું હતું અને પોલીસ પર હુમલો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Botad: હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે જાણો અપડેટ સમાચાર


