Botad: જુની અદાવતે દાઝ રાખી યુવક પર 3 શખ્સોએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ
- ત્રણથી ચાર શખ્સોએ હથિયારો સાથે યુવક પર કર્યો હતો હુમલો
- નીલભાઈ વિપુલભાઈ વાઘેલા નામના યુવાન પર કરાયો હતો હુમલો
- અજાણ્યા શખ્સો સામે બોટાદ પોલીસમાં નોંધાઈ ફરીયાદ
- સમગ્ર ઘટના અંગે DYSP દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરાઈ
Botad: બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ગાડીના કાચ ફોડી મારામારી કરતા હોવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે. બોટાદ શહેરનાં ખસ રોડ પર ત્રણથી ચાર શખ્સો હથિયારો સાથે કાર લઈને આવી નીલભાઈ વિપુલભાઈ વાઘેલા નામના યુવાન પર હુમલો કરાયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી જેની વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat રાજ્યની અભૂતપૂર્વ સફળતા, વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન
બે વર્ષ પહેલા થયેલી બોલાચાલીની દાઝ રાખી હુમલો કરાયોઃ સૂત્રો
નોંધનીય છે કે, મારામારીમાં યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે યુવાન નીલભાઈ વાઘેલા બે વર્ષ પહેલા બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરતો તે સમયે થયેલ બોલાચાલીની દાઝ રાખી હુમલો કરાયો હોવાની વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી છે. નીલભાઈ વાઘેલાએ પાળીયાદ ગામના શીલુભાઈ કિશનભાઈ તેમજ અજાણ્યા શખ્સો સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: પોલીસ જવાને 204 દિવસમાં 14 હજાર કિલોમીટરની યાત્રા ખેડી, જામનગરમાં થયું સ્વાગત
આ મામલે DYSP દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી
મારામારીના આ સમગ્ર ઘટના અંગે SCST સેલના DYSP દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે,ગત રાત્રિના ખસ રોડપર બનેલ ઘટના સીસીટીવીમા થઈ કેદ જે ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે. અત્યારે પોલીસે મારામારીની ફરિયાદ મામલે આ CCTV વીડિયોના આધારે તપાસ હાથ ધરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે, આરોપીઓને કેટલા સમયમાં દબોચી લેવામાં આવે છે.
આ પણ વાંચો: Gandhinagar: કોટેશ્વરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, પત્ની તેડવા ગયેલા પતિનું જ થયું અપહરણ


