Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget Session-2025 :ગુજરાતમાં ગેર કાયદેસર ખનીજ ખનન વિરુદ્ધ કડક પગલાં

ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત
budget session 2025   ગુજરાતમાં ગેર કાયદેસર ખનીજ ખનન વિરુદ્ધ કડક પગલાં
Advertisement

Budget Session-2025-છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત કરાઈ: મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balwantsinh Rajput)
********
Budget Session-2025-વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે (Balwantsinh Rajput) જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજનું ખનન થતું હશે તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે છે. ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહના નિવારણ બાબતે રજુઆત અંગે તપાસ હાથ ધરી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત કરવામાં આવી છે.

મંત્રીશ્રી રાજપૂતે (Balwantsinh Rajput)ઉમેર્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ ૭૭૯ કેસમાં રૂ. ૮૧૬.૭૩ લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લામાં ૧૫૪ કેસ કરી રૂ. ૨૨૯.૯૩ લાખની નોટીસ ઇસ્યુ કરાઈ છે તથા પંચમહાલ જિલ્લામાં કુલ ૬૨૫ કેસ કરી ૫૭૫.૫૯ લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો-Budget Session 2025 : ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણી

Advertisement

Tags :
Advertisement

.

×