ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himmatnagar: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ કર્યુ, સૂત્રો દ્વારા મળી જાણકારી

Himmatnagar: BZ ગ્રુપના શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓના ઘરે પણ તપાસ થઈ રહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
11:52 PM Dec 07, 2024 IST | VIMAL PRAJAPATI
Himmatnagar: BZ ગ્રુપના શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓના ઘરે પણ તપાસ થઈ રહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Himmatnagar
  1. હિંમતનગરના ઈડર રોડ પર PIના બંગલામાં સર્ચ કરાયું
  2. સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગીઃ સૂત્ર
  3. PI પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ થઈ
  4. BZ ગ્રુપના કર્મીના નામે ખરીદેલી કાર ભેટ આપ્યાની આશંકા

Himmatnagar: BZ ગ્રુપના કૌભાંડને લઈને અત્યારે અનેક પ્રકારની ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે. વિગતો સાથે સાથે ચોંકાવનારી નામો પણ સામે આવી રહ્યાં છે. આ કૌભાંડમાં અનેક લોકોના નામ ચોપડે નોંધાય છે. એટલું જ નહીં પરંતુ તેમના ઘરે CID ક્રાઈમે પોલીસ તપાસ પણ હાથ ઘરી છે. મહત્વની વાત એ છે કે, BZ ગ્રુપના શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓના ઘરે પણ તપાસ થઈ રહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી! નરાધમીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

CID ક્રાઈમે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ કર્યુ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, CID ક્રાઈમે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ કર્યુ છે. હિંમતનગરના ઇડર રોડ પર પીઆઈના બંગલામાં સર્ચ હાથ ધરાયું હોવાનું સામે આવ્યું છે. જો કે, મીડિયાના સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નથી. એટલું જ નહીં પરંતુ પીઆઈ પાસે રહેલી બ્લેક કલરની વૈભવી કાર પણ ગાયબ ગઈ છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના વિવાદિત નિવેદન પર દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા, કહ્યું - ભાષણ પર...

BZ ગ્રુપના કર્મીના નામે ખરીદેલી કાર ભેટ આપ્યાની આશંકા

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે BZ ગ્રુપના કર્મીના નામે ખરીદેલી કાર ભેટ આપ્યાની આશંકા છે. એટલું જ નહીં પરંતુ અત્યારે વૈભવી કારને લઈને પણ CID ક્રાઈમે તપાસ હાથ ધરી દીધી છે. જો કે, આ બાદ પણ હજી અનેક નામો આ કૌભાંડમાં સામે આવી શકે તેમ છે. BZ ગ્રુપ કૌભાંડ અત્યારે રાજ્યભરમાં જ નહી પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક વિગતો પણ સામે આવી રહીં છે. અત્યારે પણ BZ ગ્રુપમાં શિક્ષકો બાદ હવે પોલીસ કર્મચારીઓના ઘરે સીઆઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ કરી તપાસ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Dhoraji: ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલથી દોડ્યું તંત્ર, જે.જે. કાલરિયા માધ્યમિક શાળાને લાગ્યા તાળા

Tags :
BZ GROUP ScamBZ GROUP Scam NewsBZ GROUP Scam UpdateBZ Group scam Update NewsCIDCID CrimeHimmatnagarHimmatnagar NewsIdar NewsLatest Gujarati NewsLatest News BZ Group ScamTop Gujarati News
Next Article