Chaitar Vasava : પોલીસ જાપ્તા વિના વિધાનસભા સત્રમાં હાજર રહેવા ચૈતર વસાવાને છૂટ!
- MLA Chaitar Vasava વિધાનસભા સત્રમાં હાજર રહી શકશે
- હાઈકોર્ટે પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવા છૂટ આપી
- સેશન્સ કોર્ટે પોલીસ જાપ્તાની શરતે 3 દિવસના જામીન મંજૂર કર્યા હતા
- પોલીસ જાપ્તાનો ખર્ચ દોઢ લાખ થતા HC માં છૂટછાટની દાદ મંગાઈ હતી
Chaitar Vasava : નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર આવ્યા છે. ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજર રહી શકે છે. હાઈકોર્ટે (Gujarat High Court) પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવા છૂટ આપી છે. અગાઉ સેશન્સ કોર્ટે પોલીસ જાપ્તાની સહિતની શરતો પર 3 દિવસનાં જામીન મંજૂર કર્યા હતા. જો કે, પોલીસ જાપ્તાનો ખર્ચ દોઢ લાખ થતા HC માં છૂટછાટની દાદ મંગાઈ હતી.
આ પણ વાંચો - Gondalના પૂર્વ ધારાસભ્ય ના ભત્રીજા પર હુમલો કરનાર છ આરોપીઓને કોર્ટે કર્યા મુક્ત, પ્રોબેશનનો આપ્યો લાભ
MLA Chaitar Vasava વિધાનસભા સત્રમાં રહી શકશે હાજર
આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વિધાનસભાનાં મોનસુન સત્રમાં હાજર રહી શકશે. ગુજરાત હાઈકોર્ટે પોલીસ જાપ્તા (Police Custody) વિના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા છૂટ આપી છે. જણાવી દઈએ કે, અગાઉ સેશન્સ કોર્ટે પોલીસ જાપ્તાની શરત સાથે 3 દિવસના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ, 3 દિવસનો પોલીસ જાપ્તાનો ખર્ચ દોઢ લાખ થતો હોવાથી હાઈકોર્ટમાં છૂટછાટની દાદ મંગાઈ હતી.
આ પણ વાંચો - GST દરમાં સુધારાને કેન્દ્રીય મંત્રી CR Patil એ આવકાર્યો : લોકોને સરળતા અને સસ્તી વસ્તુઓની ભેટ!
હાઈકોર્ટે પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવા છૂટ આપી
આ મામલે હાઈકોર્ટે ચૈતર વસાવાને પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવા છૂટ આપી છે. 3 દિવસનાં જામીન દરમિયાન મીડિયાને સંબોધન ન કરવા, રેલી ન યોજવા અને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરત યથાવત રહેશે. જેલમાં બંધ MLA ચૈતર વસાવાની જામીન અરજી પર 11 સપ્ટેમ્બરનાં રોજ સુનાવણી હાથ ધરાવાની છે. આગામી સમયમાં 08 થી 10 સપ્ટેમ્બર કુલ 3 દિવસ વિધાનસભા સત્રનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો - Amreli : બાબરાના કોટડાપીઠામાં ખાનગી સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટની શરમજનક હરકત, સગીર વિદ્યાર્થીઓ સાથે કુચેષ્ટા!


