Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chaitar Vasava : "ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો લઈશ", ડેડિયાપાડા તા.પં. પ્રમુખનો પત્ર વાઇરલ!

સંજય વસાવાના નામથી લેટરપેડ વાઇરલ, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને લખેલા આ પત્રમાં કહ્યું છે કે, 'અમે બધા એક જ સમાજના...
chaitar vasava    ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો લઈશ   ડેડિયાપાડા તા પં  પ્રમુખનો પત્ર વાઇરલ
Advertisement
  1. AAP નાં MLA ચૈતર વસાવા સામે કેસને લઈ મોટા સમાચાર (Chaitar Vasava)
  2. ડેડિયાપાડા તા.પં. પ્રમુખ સંજય વસાવાના નામે પત્ર વાઇરલ થયો
  3. સંજય વસાવા નામના લેટરપેડ પર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને પત્ર
  4. પત્રમાં દાવો, ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો ખેંચીશ!

Narmada : આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામેનાં કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ફરિયાદ કરનારા ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાના નામનો લેટરપેડ વાઇરલ થયો છે. આ વાઇરલ લેટરપેડ થકી દાવો કરાયો છે કે સંજય વસાવાએ (Sanjay Vasava) સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને આ પત્ર લખી કહ્યું છે કે, 'અમે બધા એક જ સમાજના, માફી માગે તો કેસ પાછો લઈશ.'

આ પણ વાંચો - Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝટકો! 'લાફાકાંડ' માં જામીન અરજી ફગાવી

Advertisement

પત્રમાં દાવો, 'ચૈતર વસાવા માફી માગે તો કેસ પાછો ખેંચવા તૈયાર છું'!

આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) જામીન અરજીને કોર્ટે આજે ફગાવી છે. દરમિયાન, લાફાકાંડમાં MLA ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરનારા ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવાના નામથી એક લેટરપેડ વાઇરલ થયો છે. આ પત્ર થકી દાવો કરાયો છે કે સંજય વસાવા આ લેટર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને લખ્યો છે અને કહ્યું છે કે, 'અમે બધા એક જ સમાજના, ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું. મારા અને તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો કેસ પાછો ખેંચવા તૈયાર છું.'

Advertisement

આ પણ વાંચો - Banaskantha : વેકરી આશ્રમશાળાની ઘટના, કુલ 43 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ, 1 નું મોત

'લાફાકાંડ' માં ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી

જણાવી દઈએ કે, આજે ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ધારાસભ્યની જામીન અરજી નામંજૂર કરી છે. નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં (Central Jail of Vadodara) છે.

આ પણ વાંચો - GCCI : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં 3 હોદ્દેદાર બિનહરીફ ચૂંટાયા, મળી આ જવાબદારી

Tags :
Advertisement

.

×