Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHHOTA UDAIPUR : હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ફરાર, ઠેર ઠેર નાકાબંધી કરાઇ

CHHOTA UDAIPUR : છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) સીવિલ હોસ્પિટલમાંથી પોકસોના ગુનાનો કેદી (આરોપી) ફરાર થતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. ફરાર કેદીને પકડી પાડવા જીલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે. કડી માંથી હાથ કાઢીને પ્રવીણ રાઠવા હોસ્પિટલમાંથી ફરાર છોટાઉદેપુર...
chhota udaipur   હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ફરાર  ઠેર ઠેર નાકાબંધી કરાઇ
Advertisement

CHHOTA UDAIPUR : છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) સીવિલ હોસ્પિટલમાંથી પોકસોના ગુનાનો કેદી (આરોપી) ફરાર થતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. ફરાર કેદીને પકડી પાડવા જીલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે.

કડી માંથી હાથ કાઢીને પ્રવીણ રાઠવા હોસ્પિટલમાંથી ફરાર

છોટાઉદેપુર સબ જેલમાં પોકસો સહિતના ગુનામાં કાચા કામનો કેદી બંધ કેદી પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા ને પેટમાં દુખાવો સહિતની ફરિયાદ કરતા હોય જેથી સારવાર અર્થે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સોમવારે વહેલી સવારે 8:00 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન પલંગમાં બાંધેલી હાથ કડી માંથી હાથ કાઢીને પ્રવીણ રાઠવા હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જેને લઇ સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે પોલીસે કેદીને પકડી પાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

Advertisement

Advertisement

જપ્તાની પોલીસને ચકમો આપ્યો

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આજરોજ સબ જેલ છોટાઉદેપુર નો કાચા કામનો કેદી પ્રવિણ મથુર રાઠવા ની તબિયત બગડતા તેને દાખલ કરવામાં આવ્યો હોય જે સારવાર દરમિયાન પોલીસથી અને હોસ્પિટલના કર્મચારીઓથી પણ નજર છુપાવી હથકડી માંથી હાથ કાઢી માંથી હાથ કાઢી જપ્તાની પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જેમાં તેને પકડવા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી અને વોચ ગોઠવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇ છોટાઉદેપુર સહિત પંથકમા ભારે ખળભળાટ મચી ગયો હતો. જ્યારે આરોપીને પકડવા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો -- SABARKANTHA : લાંબડીયામાં તસ્કરોએ ગોડાઉન ફૂંકી માર્યું

Tags :
Advertisement

.

×