Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : નપામાં પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેજ મકરાણી બિનહરીફ

કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન શાહ, પક્ષના નેતા પ્રતિકાબેન જાની અને દંડક તરીકે પ્રશાંતભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
chhota udepur   નપામાં પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી  ઉપપ્રમુખ તરીકે પરવેજ મકરાણી બિનહરીફ
Advertisement
  1. છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે BJP ઉમેદવાર બિનહરીફ
  2. પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેજ મકરાણી બિનહરીફ
  3. 1996 બાદ પાલીકામાં BJP ની સ્પષ્ટ બહુમતી, ભગવો લહેરાતા કાર્યકરોમાં આનંદ

છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકામાં ચૂંટાઈને આવેલા નગર સેવકો માંટે આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ માંટે ચૂંટણી અધિકારી વિમલ બારોટની અધ્યક્ષતામાં છોટાઉદેપુર નગરપાલિકા હોલ ખાતે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઇ કોલી અને ઉપપ્રમુખ તરીકે મકરાણી પરવેજભાઈ મુસ્તફા અલીની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી હતી. જો કે, અન્ય કોઈ તરફથી ઉમેદવારી ના નોંધાવતા ચૂંટણી અધિકારી દ્વારા બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો - Ahmedabad : રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સાથે ફતેહવાડી કેનાલમાં ખાબક્યાં, ઘટના CCTV માં કેદ

Advertisement

Advertisement

કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પણ નિમણૂક

માહિતી અનુસાર, કારોબારી ચેરમેન તરીકે અલ્પાબેન શાહ, પક્ષના નેતા પ્રતિકાબેન જાની અને દંડક તરીકે પ્રશાંતભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે, છોટાઉદેપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાઈ હતી, જેની મતગણતરી 18 ફેબ્રુઆરીનાં રોજ થઈ હતી. પાલિકા બોર્ડ માટે 28 બેઠકો પરથી વિવિધ રાજકીય પક્ષોમાંથી તથા અપક્ષ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, જેમાં ભાજપને 8, બહુજન સમાજ પાર્ટીને (BSP) 4, કોંગ્રેસ 1, સમાજવાદી પાર્ટીને 6, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4, અને નવનિર્માણ મંચને 1 તથા 4 અપક્ષ ફાળે બેઠકો ગઈ હતી, જેમાંથી 3 અપક્ષ 6 સમાજવાદી પાર્ટી 3 બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા નગર સેવકો ભાજપમાં જોડાઈ ગયા હતા, જેથી છોટાઉદેપુર પાલિકાની 28 બેઠકો પૈકી ભાજપનું સંખ્યાબળ 20 થઈ ગયું છે.

આ પણ વાંચો - Ahmedabad : ધ્વનિ પ્રદૂષણ મુદ્દે HC નાં આદેશોનું પાલન ન થતાં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી!

ભાજપની સ્પષ્ટ બહુમતી વાળું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું

કહેવાય છે કે છોટાઉદેપુર (Chhota Udepur) નગરપાલિકામાં વર્ષ 1996 માં ભાજપનું સ્પષ્ટ બહુમતી વાળું બોર્ડ અસ્તિત્વમાં હતું અને માટે ભાજપનું (BJP) જ બોર્ડ બને તે માટે કાર્યકરથી માંડીને કદાવર નેતાઓએ કમર કસી અને આખરે પરિણામ મેળવ્યું છે. જ્યારે, ત્યાર બાદ હાલ પ્રથમ વખત ભાજપની સ્પષ્ટ બહુમતી વાળું બોર્ડ અસ્તિત્વમાં આવતા ભાજપ કાર્યકરો પાદાધિકારીઓમાં ખુશીનું મોજું જોવા મળી આવ્યું હતું. જે પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ, પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, સૌરભભાઈ શાહ તથા જિલ્લા સહિત ભાજપનાં અગ્રણી અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Ahmedabad : નરોડામાં સામે રહેતી યુવતીની કરી હત્યા, પછી મિત્રના ઘરે ગયો યુવક અને..!

Tags :
Advertisement

.

×