Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : મુસ્લિમ મામાએ હિન્દુ ભાણીનું મોસાળુ ભર્યું, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ

છેલ્લા 12 વર્ષથી હિન્દુ બહેનો સાથે રક્ષાબંધન તેમ જ ભાઈબીજનાં તહેવારો ઉમંગભેર મનાવે છે.
chhota udepur   મુસ્લિમ મામાએ હિન્દુ ભાણીનું મોસાળુ ભર્યું  હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ
Advertisement
  1. હિન્દુ દીકરીનું મામેરું એક મુસ્લિમ મામાએ ભર્યું
  2. હિન્દુ-મુસ્લિમ ભાઈચાર સાથે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક
  3. એક હિન્દુ બહેનની દીકરીનું મોસાળુ મુસ્લિમ મામાએ ભર્યું
  4. હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

છોટાઉદેપુર જિલ્લાના (Chhota Udepur) બોડેલીનાં એસ.ટી ડેપો સામે આવેલા નવીનગરી વિસ્તાર જ્યાં 12 વર્ષ પહેલા એક શહીદ મનસુરી નામના મુસ્લિમ ભાઈએ બે હિન્દૂ બહેનો સાથેના ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધની શરૂઆત કરી હતી અને તેઓ રક્ષાબંધન હોય તો ભાઈની રક્ષા કાજે રાખડી બાંધી તેનાં સ્વાસ્થ્ય તેમ જ લાંબા જીવન માટે પ્રાર્થના કરતી તો ભાઇબીજ જેવા તહેવારો દરમિયાન ભાઇ પોતાની માનેલ બહેનને ત્યાં જઈ સંબંધ સાચવતા હતા. હવે મોટી બહેન મીનાનાં દીકરાનાં લગ્ન આવ્યા અને ત્યાં મામેરું ભર્યું તો આ વખતે બીજી બહેન સોનલને ત્યાં દીકરીનાં લગ્ન આવ્યા ત્યારે પણ તેનું મોસાળુ વાજતે ભરવા નિર્ણય કર્યો હતો પરંતુ, થોડોક સમય અગાઉ શહીદભાઈ મનસુરીના પિતાનું મૃત્યુ થયું હોવાથી વાજતે ગાજતે તો નહીં પરંતુ, મામેરું ભરવાનું ભૂલ્યા નહીં અને આજે તેમના પરિવાર સાથે તેમની માનેલી બહેન સોનલ બહેન ઠાકરડાને ત્યાં સાદગાઈથી પહોંચી મોસાળું ભરી પોતાની મામા તરીકે ની ફરજ અદા કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: આંબલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક, જમીન દલાલનાં ઘરમાં ઘુસી કર્યો હુમલો

Advertisement

છેલ્લા 12 વર્ષથી હિન્દુ બહેનો સાથે રક્ષાબંધન-ભાઈબીજનાં તહેવારો મનાવે છે

છોટાઉદેપુર જિલ્લાના (Chhota Udepur) બોડેલીનાં એસ.ટી ડેપો સામેના વિસ્તારમાં રહેતા શહીદભાઈ મનસુરી કે જેઓને તેમની નજીકમાં રહેતી મીનાબેન ઠાકરડા અને સોનલબેન ઠાકરડા આ બે સગી બહેનો સાથે પોતાની સગી બહેનો કરતા પણ વધારે સબંધ રાખ્યો અને એ સંબંધ જાળવ્યો. આજના સમયમાં અને આટલી બધી મોંઘવારીમાં એક ભાઈને જ્યારે સગી ભાણીનું મોસાળુ ભરવાનું હોય ત્યારે તે કેટલાય વિચાર કરતો હોય છે. તો બીજી તરફ એક અલગ જ માણેલા રિસ્તાની રીત રસમ નિભાવવા નીકળેલા શહીદ મનસુરી રાજ્ય અને દેશ માટે એક ઉમદા ઉદાહરણરૂપ બન્યા છે. છેલ્લા બાર વર્ષથી હિન્દુ બહેનો સાથે રક્ષાબંધન તેમ જ ભાઈબીજનાં તહેવારો ઉમંગભેર મનાવે છે.

આ પણ વાંચો - VS Hospital Scam : આખરે શું છે 'ક્લિનિકલ ટ્રાયલ' ? જેને લઈને વકર્યો છે વિવાદ! વાંચો અહેવાલ

પિતાનું મૃત્યુ હોવા છતા સાદાઈથી મામેરું ભરીને ભાઈની ફરજ નિભાવી

મીનાબેન તેમ જ સોનલબેનનાં સગાભાઈનું મૃત્યુ થતાં શહીદભાઈ મનસુરીને જ સગાભાઈ માન્યા છે. મોટી બહેન મીનાબેન ઠાકરડા તેમના દીકરા રાહુલનું મામેરુ 8 વર્ષ પહેલા વાજાતે ગાજતે ભર્યું હતું. ભાણાનું મામેરુ ભર્યા બાદ આજે સોનલબેનની દીકરી ઊર્વશીબેનનું લગ્ન હોય મોસાળુ ઢોલ નગારા અને D.J સાથે લઈને જવાનું આયોજન કર્યું હતું. પરંતુ, થોડાક દિવસો અગાઉ શહીદભાઈ મનસુરીના પિતા ભીખાભાઈ મનસુરીનું મોત નિપજતાં તેમણે સાદગીપૂર્વક મામેરું લઇ જઈને જવાનું નક્કી કરતા આજે તેમના પરિવાર સાથે મામેરું લઇ પહોંચી પોતાની મામા તરીકેની ફરજ અદા કરી હતી. ધર્મની બેહેનને ત્યાં મુસ્લિમ ભાઈ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતાં. ભાણીનું મોસાળુ લઈને આવેલા મુસ્લિમ મામાનું ઠાકરડા પરિવારે ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને ફુલહાર પહેરાવ્યા હતા. ત્યાર બાદ તેમનું મો મીઠું કરાવ્યું હતું. ત્યારે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન એક ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડ ભરતી કૌભાંડની તપાસમાં ચોંકાવનારો ખુલાસો! ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ!

Tags :
Advertisement

.

×