ChhotaUdepur નગરપાલિકામાં બોર્ડ કોનું બનશે તેનું રહસ્ય અકબંધ! જાણો શું બોલ્યા જિલ્લા ભાજપ પ્રમુખ?
- જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાનો હુંકાર બોર્ડ ભાજપનું જ બનશે
- બીજી તરફ મંડાતા અનેક રાજકીય સમીકરણો પર પૂર્ણવિરામ
- આ મામલે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
ChhotaUdepur: છોટાઉદેપુર નગરપાલિકા 22 માસના લાંબા વહીવટદારના શાસન બાદ પાલિકા શાસક બોર્ડ અસ્તિત્વમાં આવશે. ભારે રસાકસી અને રસપ્રદ બનેલી પાલિકા ચૂંટણી અને તેના પરિણામ બાદ હવે છોટાઉદેપુર (ChhotaUdepur) જનતાની મીટ બોર્ડ કોનું બનશે તેના ઉપર મંડાઈ રહી છે. જનતાએ પોતાના આશીર્વાદ થકી તેઓ ના ઈચ્છિત ઉમેદવારને નગર સેવક તરીકે પાલિકામાં મોકલી આપેલ છે. પરંતુ એ પણ હકીકત છે કે, કોઈપણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી નથી.
આ પણ વાંચો: મહાશિવરાત્રિના પર્વમાં એસ.ટી. નિગમનું એક્સ્ટ્રા બસોનું આયોજન, શ્રદ્ધાળુઓને થશે મોટો ફાયદો
પ્રથમ વખત મેદાનમાં ઉતરેલ સમાજવાદી પાર્ટીને સફળતા મળી
નગરપાલિકા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પાર્ટીઓ પાસે ટિકિટ ફાળવણીથી લઈને ચૂંટણી પરિણામ સુધી છોટાઉદેપુર નગરમાં મધ્ય સાંજથી વહેલી સવાર સુધી ઉગી નીકળતો દિવસ નો ક્યાંક ને ક્યાંક અંત આવેલ છે. પરંતુ પાલિકા ચૂંટણીની ચર્ચા અવીરત કાર્યવંત છે. જનતાના જનાદેશ થકી નગરપાલિકા ના સાત વોર્ડની 28 બેઠકો માટે ભાજપને 8 બેઠક, સમાજવાદી પાર્ટીને 6 બેઠક, બસપાને 4 બેઠક, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4 બેઠક, ગુજરાત નવનિર્માણને 1 બેઠક, કોંગ્રેસને 1 બેઠક અને અપક્ષોને 4 બેઠક મળવા પામી છે. ચૂંટણી પરિણામ માં ગત વર્ષની સરખામણી કરીએ તો ભાજપને 4 બેઠકોનો ફાયદો થયો છે, બસપાને 5 બેઠકોનું નુકસાન થયો છે, અને કોંગ્રેસ ને પણ 7 બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે પ્રથમ વખત મેદાનમાં ઉતરેલ સમાજવાદી પાર્ટીને જ્વલંત સફળતા મળી છે, તો બીજી તરફ આપ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી
ભાજપ જ બોર્ડ બનાવી શકે તેવી તીવ્ર સંભાવનાઓ વ્યક્ત કરાઈ
હાલ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ચૂંટાઈને આવી છે અને જેમાં રાજકીય પંડિતો દ્વારા કરવામાં આવતા ગણિત મુજબ ભાજપ ટેકા સાથે સરકાર બનાવી શકે તેવી સાનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે ભાજપ જ બોર્ડ બનાવી શકે તેવી તીવ્ર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તબક્કે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા દ્વારા ભાજપનું જ બોર્ડ બનશે તેવો હુંકાર પણ ભરવામાં આવી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં નગરમાં ચાલતી અનેક રાજકીય સમીકરણો સહિતની ચર્ચાઓ ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ લાગતું જોવા મળી રહ્યું છે. જોકે હાલ કોઈપણ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.


