ChhotaUdepur નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જીત વિશે શું કહે છે નેતાઓ?
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16 તારીખે થશે મતદાન
- છોટાઉદેપુરમાં દરેક પાર્ટીએ જીત માટે કમર કસી દીધી
- ગુજરાત ફર્સ્ટે રાજકીય નેતાઓ સાથે કર્યો ચૂંટણીલક્ષી સંવાદ
ChhotaUdepur: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આગામી 16 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પાલિકાની સત્તા કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ આપ અને બસપા સહિત સાત જેટલી રાજકીય પાર્ટીએ કમર કસી છે. અત્યારે દરેક પાર્ટીઓ જીતનો દાવો કરી રહી છે.
આ પણ વાંચો: Junagadh મહાનગરપાલિકા ચૂંટણીમાં નગરવાસીઓ શું કહી રહ્યાં છે? જુઓ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
રાજકીય આગેવાન પોતાની સરકાર બનશે તેવા દાવાઓ કર્યાં
આ દરેક પાર્ટીઓ જીતનો દાવો કરી રહીં છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા રાજકીય નેતાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, તમામ રાજકીય આગેવાન પોતાની સરકાર બનશે તેવા દાવાઓ કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા ભાજપ, કોંગ્રેસ, બસપા અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંવાદ કર્યો હતો. જીતનો દાવો તો બધા જ કરી રહ્યાં છે પરંતુ લોકો આમાંથી કોને પસંદ કરશે? એ તો 16 તારીખે મતદાન થશે ત્યારે જ ખબર પડશે.
આ પણ વાંચો: Junagadh : મનપાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર-9 પર BJP એ પાર્થ કોટેચાને આપી ટિકિટ
સાત વોર્ડ માટે 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે
સમીકરણોની વાત કરવામાં આવે તો, છોટાઉદેપુર નગરપાલિકાનાં સાત વોર્ડ માટે 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે. જેમાં 28 બેઠકો પૈકી ભાજપ તરફથી 20 ઉમેદવારો, કોંગ્રેસ તરફથી 15 ઉમેદવારો, બસપા તરફથી 16 ઉમેદવારો, અને આમ આદમી પાર્ટી તરફથી 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. એકવાત તો ચોક્કસ છે કે, અત્યારે અહીં લોકો કામના આધારે જ મતદાન કરવાના છે.


