Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત: નિંદામણની કામગીરી કરતાં શ્રમજીવી પરિવારનું બાળક ખાડીમાં પડી જતાં મોત

અહેવાલ : ઉદય જાદવ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામની સીમમાં નિંદામણની કામગીરી કરી રહેલા શ્રમજીવી પરિવારનું અઢી વર્ષનું બાળક રમતા રમતા કોઠવા ગામની ખાડીમાં પડી ગયું હતું. બીજી તરફ બાળકની શોધખોળ બાદ બાળકની લાશ આજે ખાડીમાંથી મળી આવતા પરિવાર...
સુરત  નિંદામણની કામગીરી કરતાં શ્રમજીવી પરિવારનું બાળક ખાડીમાં પડી જતાં મોત
Advertisement

અહેવાલ : ઉદય જાદવ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામની સીમમાં નિંદામણની કામગીરી કરી રહેલા શ્રમજીવી પરિવારનું અઢી વર્ષનું બાળક રમતા રમતા કોઠવા ગામની ખાડીમાં પડી ગયું હતું. બીજી તરફ બાળકની શોધખોળ બાદ બાળકની લાશ આજે ખાડીમાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં માંગરોળ તાલુકાના વાલેસા ગામ ખાતે રહેતા રામજીભાઈ રમણભાઈ વસાવેને સંતાનમાં અઢી વર્ષનો બાળક હતો. આ પરિવાર કોઠવા ગામની સીમમાં નિંદામણની કામગીરી કરી રહ્યું હતું ત્યારે તેઓનો અઢી વર્ષનો બાળક ખેતરની પાળ ઉપરથી રમતા રમતા આકસ્મિક રીતે કોઠવા ખાડીમાં પડી ગયો હતો.

Advertisement

બીજી તરફ બાળકની શોધખોળ પરિવારે કરી હતી અને આજરોજ બાળકનો મૃતદેહ કોઠવા ગામની સીમમાં આવેલી ખાડીમાંથી મળી આવ્યો હતો. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મહત્વનું છે કે ઘણી વખત વાલીઓ પોતાના બાળકોને રમતા મુકીને પોતાના કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે ત્યારે આવા વાલીઓ માટે આ પ્રકારની ઘટના લાલબતી સમાન છે.

આ પણ વાંચો : ધ બિગ કેચ-અપઃ રાજકોટમાં છેવાડાના ઝૂંપડાઓ સુધી જઈ 2500થી વધુ બાળકોનું રસીકરણ કરાયું

Tags :
Advertisement

.

×