Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ સાથે CISF અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે

આ એક સાયકલ રેલી છે, જે ભારતનાં 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે...
 સુરક્ષિત તટ  સમૃદ્ધ ભારત  થીમ સાથે cisf અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે
Advertisement
  1. CISF ની તેના 56 માં સ્થાપના દિવસ એક નવી પહેલ
  2. "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ સાથે અનોખી સાયક્લિંગ યાત્રા
  3. ભારતનાં 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ તેના 56 માં સ્થાપના દિવસ એક નવી પહેલ "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" દ્વારા ઊજવવા માટે તૈયાર છે. આ એક સાયકલ રેલી છે, જે ભારતનાં 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે, જેના ભાગરુપે સાયકલ સવારોની બે ટીમ આ અદભુત યાત્રાની એકસાથે શરૂઆત કરશે. એક ટીમ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલા લખપત જિલ્લા (પશ્ચિમી તટ) માંથી અને બીજી ટીમ પશ્ચિમ બંગાળનાં દક્ષિણ 24 પરગણાં જિલ્લાના બક્કાલી (પૂર્વી તટ) માંથી શરૂઆત કરશે. 25 દિવસ સુધી ભારતનાં સમુદ્રી કાંઠાનાં જમીન માર્ગોની યાત્રા કર્યા બાદ, આ બંને ટીમો 31 માર્ચ, 2025 ના રોજ તમિલનાડુનાં કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક સ્મારક ખાતે ભેગી થશે. આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા સમયે ડેપ્યુટી IG મમતા રાહુલ, સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન, મનમોહન સિંહ યાદવ અને કમાન્ડન્ટ રાકેશ ચૌધરી ઉપસ્થિત હતા.

આ મહત્ત્વાકાંક્ષી યાત્રા માત્ર શારીરિક શક્તિની તપાસ નથી, પણ સીઆઈએસએફની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેની મહત્ત્વની ભૂમિકાનો પ્રબળ સંદેશ પણ આપે છે. ભારતની વિસ્તૃત તટલાઈન 250 થી વધુ બંદરગાહોનું ઘર છે, જેમાં 72 મોટા બંદરો છે, જે દેશનાં 95% વેપાર અને મોટાભાગનાં તેલ આયાતને સંભાળે છે. આ બંદરગાહો વેપાર માટે મહત્ત્વનાં પ્રવેશદ્વાર છે અને રિફાઇનરી, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાંટસ જેવા મહત્ત્વપૂર્ણ બાંધકામો ધરાવે છે, જેના કારણે તેમની સુરક્ષા ખૂબ જ આવશ્યક બની જાય છે.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath: હોટેલ સંચાલકો સોમનાથ સરોવરમાં ઠાલવી રહ્યાં છે ગંદુ પાણી, લોકોમાં ભારે રોષ

Advertisement

આ રેલીના મુખ્ય ઉદ્દેશ્યો:

> સમુદ્ર કિનારે વસતા સમુદાયોમાં જાગૃતિ ફેલાવવી : નાગરિકોને માદક દ્રવ્ય, હથિયારો અને વિસ્ફોટકોની ચોરી અને સ્મગલિંગ જેવા સંભવિત જોખમો વિશે શિક્ષિત કરવા અને તેમને પ્રોત્સાહન આપવું.
> સમુદાયોને મજબૂત બનાવવા-સુરક્ષા એજન્સીની ભાગીદારી : સ્થાનિક સમુદાયો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારું સમન્વય પ્રસ્થાપિત કરવો, જેથી એક મજબૂત સુરક્ષા નેટવર્ક વિકસિત થઈ શકે.
> દેશભક્તિની ભાવનાને જાગૃત કરવી : રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહિત કરવી અને સ્વતંત્રતા સેનાનીઓ, સુરક્ષાકર્મીઓ અને તેમના પરિવારજનો દ્વારા અપાયેલાં બલિદાનોને યાદ કરવા.
> ભારતની સમૃદ્ધ સાગરિક સંસ્કૃતિનો ઉત્સવ : આ રેલી ભારતની વિવિધ સમુદ્રી પરંપરાઓ, ઈતિહાસ અને ભૂગોળ વિશે લોકોને શિક્ષિત કરવા માટે એક મંચ તરીકે કામ કરશે, જેના કારણે આપણા તટીયાઓનાં સમુદાયો અને તેમના રાષ્ટ્ર પ્રત્યેનાં યોગદાનની વધુ પ્રશંસા કરવામાં આવશે.

ભાગ લેનારાઓની તૈયારી અને સમાવેશ :

ભાગ લેનારાઓ : આ અભિયાનમાં 125 CISF કર્મચારીઓ ભાગ લેશે, જેમાં 14 બહાદુર મહિલાઓ સામેલ છે. આ શક્તિ અને સહનશક્તિનો સંતુલિત પ્રતિક છે. તમામ ભાગીદારોને એક મહિના સુધી વિશેષ તાલીમ આપવામાં આવી છે. જે લાંબા અંતરનાં સાયકલિંગ માટે જરૂરી પોષણ, સહનશક્તિ અને સલામતી પર કેન્દ્રિત છે.

તૈયારી : સાયકલચાલકોએ વ્યાવસાયિક સાયકલિસ્ટો સાથે વિશેષ તાલીમ સત્રમાં ભાગ લીધો છે, જેથી તેઓ લાંબા અંતરનાં સાયકલિંગનાં કૌશલ્યો વિકસાવી શકે. આ તાલીમમાં સાયકલની જાળવણી, યોગ્ય મુદ્રા અને અસરકારક પેડલિંગ ટેકનિક જેવી મહત્ત્વની બાબતો શીખવવામાં આવી છે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન અને મુખ્ય આયોજન સ્થળ :

ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી દ્વારા 7 માર્ચ, 2025 નાં રોજ આ ઐતિહાસિક કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રનું ધ્યાન ખેંચે તેવી અપેક્ષા છે. કારણ કે તે સંવેદનશીલ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં સતર્કતા અને તૈયારીનાં મહત્ત્વ પર ભાર મૂકે છે.

આ પણ વાંચો - Gandhinagar: શિક્ષણ મંત્રીની આરતી ઉતારી ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ

આ અભિયાન દરમિયાન 5 મુખ્ય સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાશે :

> લખપત કિલ્લો (ગુજરાત)
> બક્કાલી (પશ્ચિમ બંગાળ)
> ગેટવે ઓફ ઈન્ડિયા (મુંબઈ)
> કોણાર્ક (ઓડિશા)
> વિવેકાનંદ રોક મેમોરિયલ (કન્યાકુમારી)

આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સીઆઈએસએફ કર્મચારીઓ સાથે પરસ્પર સત્ર અને કાંઠાની સુરક્ષાને લગતી મહત્ત્વની માહિતી આપવામાં આવશે.

"સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" અભિયાન સાથે જોડાઓ”

સીઆઈએસએફ તમામ નાગરિકોને આ ઐતિહાસિક સાયકલિંગ રેલીમાં જોડાવા આમંત્રિત કરે છે. તમે આમાં શારીરિક રીતે અથવા વર્ચ્યુઅલી ભાગ લઈ શકો છો. રેલીની પ્રગતિ જાણવા, કાર્યક્રમોમાં ભાગ લેવા અને કાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://cisfcyclothon.com/

ચાલો, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનાં નિર્માણ માટે એકસાથે પ્રયત્ન કરીએ!

આ પણ વાંચો - PM Modi in Vantara: સિંહના બચ્ચાને વહાલ કરતા જોવા મળ્યા PM Modi જુઓ Video

Tags :
Advertisement

.

×