ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: શું ગુજરાતમાં માવઠું થશે? ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આપી વિગતો

Gujarat: આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંઘ પ્રદેશમાં માવઠું થઇ શકે તેવી આગાહી
07:15 AM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Gujarat: આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંઘ પ્રદેશમાં માવઠું થઇ શકે તેવી આગાહી
Gujarat
  1. લોકો આજે વહેલી સવારે ભારે ઠંડીનો અહેસાસ થયો
  2. આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી
  3. સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહીં હોવાનું જાણવા મળ્યું

Gujarat: ગુજરાતમાં હવામાન અત્યારે બે ઋતુમાં ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારે ભારે ઠંડીનું જોર જોવા મળતું હોય છે. પરંતુ મોડી રાત્રે પછી ગરમીનો અનુભવ પણ થતો હોય છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી.જેને લઈને લોકો પણ ભારે પરેશાન જોવા મળી રહ્યાં છે. પરંતુ અત્યારે સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, માવઠાનું સંકટ રાજ્ય પરથી ટળી ગયું છે.

આ પણ વાંચો: Surat : 6 કિલો ગાંજો બોરામાં ભરી રિક્ષામાં નીકળ્યા, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પહોંચ્યા અને..!

આ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે અત્યારે સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી રહીં હોવાનું માહિતી આપી હતી. આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંઘ પ્રદેશમાં માવઠું થઇ શકે તેવી આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં માવઠાની સંભાવનાઓ હતી. આ સાથે સાથે 3 ફેબ્રુઆરીએ મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gandhinagar : 'દાદા' સરકારનો દંડો! રાજ્ય સરકારે વધુ 3 અધિકારીને કર્યા ઘરભેગા

આગામી 3 ફેબ્રુઆરી બાદ હવામાનમાં પલટો આવવાની આગાહી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવે આ સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. માવઠાનો ખતરો ટળી ગયો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા આગામી 3 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કચ્છના વિસ્તારોમાં હવામાન પલટાશે તેવી આગાહી હતી. જોકે તેના કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવનાઓ હતી.

આ પણ વાંચો: Gondal : વેરી તળાવમાંથી અજાણી યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

Tags :
cold wavecold wave Latest Updatecold wave Newscold wave UpdateForecast of MavathaForecast of Mavatha UpdateGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Meteorological departmentGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMeteorological Department
Next Article