Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદને લઇ વિવાદ

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ વિવાદ મંદિરમાં પ્રસાદ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો પ્રસાદ પર પ્રતિબંધ મુકવાના કારણે ભક્તોમાં રોષ દર્શનાર્થીનું ચેકિંગ કરીને જ મંદિરમાં અપાશે પ્રવેશ મંદિરમાંથી જે પ્રસાદ અપાય તે જ લેવાનો રહેશે સુરક્ષા કારણોસર પ્રસાદ...
અમદાવાદના શાહીબાગના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદને લઇ વિવાદ
Advertisement
  • અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ વિવાદ
  • મંદિરમાં પ્રસાદ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
  • પ્રસાદ પર પ્રતિબંધ મુકવાના કારણે ભક્તોમાં રોષ
  • દર્શનાર્થીનું ચેકિંગ કરીને જ મંદિરમાં અપાશે પ્રવેશ
  • મંદિરમાંથી જે પ્રસાદ અપાય તે જ લેવાનો રહેશે
  • સુરક્ષા કારણોસર પ્રસાદ બંધ કર્યાનો ટ્રસ્ટીનો દાવો
  • અગાઉ મગસનો પ્રસાદ બંધ કરાતા થયો હતો વિવાદ

અમદાવાદના(Ahmedabad) શાહીબાગના કેમ્પ હનુમાન(Camp Hanuman)મંદિરમાં ફરી એકવાર પ્રસાદને લઇ વિવાદ સર્જાયો છે.મંદિરના ટ્રસ્ટીઓએ અચાનક પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવા વિવાદ થયો છે..અચાનક જ ટ્રસ્ટીઓએ મંદિરમાં પ્રસાદ લઇ જવા પર પ્રતિબંધ મુકતા ભક્તોએ મંદિરના મુખ્ય દરવાજા બહાર પ્રસાદ મુકીને દર્શન કરવા જવું પડ્યું હતું.મંદિરમાં પ્રસાદ ન લઇ જવા દેવાતા કેટલાક ભક્તો રોષે ભરાયા હતા અને સવાલ કર્યા હતા કે કેમ અચાનક જ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો.ત્યારે કર્મચારીઓએ કહ્યું કે ટ્રસ્ટીઓના કહેવાથી પ્રસાદ બંધ કરાયો છે.

Advertisement

Advertisement

કોરોનાનું બહાનું આપી મગસનો પ્રસાદ બંધ કર્યો હતો
તો બીજી તરફ ટ્રસ્ટીઓ સુરક્ષાનું કારણ આપી પ્રસાદ બંધ કર્યો હોવાનુ રટણ કરી રહ્યાં છે..ચર્ચા એવી પણ છે કે ટ્રસ્ટી અને પૂજારી વચ્ચેના વિવાદને કારણે આ નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે અગાઉ પણ કેમ્પ હનુમાન મંદિરમાં મગસના લાડુના પ્રસાદને લઇ વિવાદ સર્જાયો હતો..ટ્રસ્ટીઓએ કોરોનાનું બહાનું આપી મગસનો પ્રસાદ બંધ કર્યો હતો.

આપણ  વાંચો-સામુહિક ચિંતન પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓનો વોલ્વો પ્રવાસ…!

Tags :
Advertisement

.

×