Cyclone Ditwah: દિત્વા વાવાઝોડાની ગુજરાત પર શું થશે અસર? જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
- દિત્વા વાવાઝોડાની (Cyclone Ditwah) અસર ગુજરાત પર નહી થાય
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું નિવેદન
- 'બંગાળ ની ખાડી પર પોસ્ટ મોન્સૂન વાવાઝોડાની અસર છે'
- 'ઠંડી ગાયબ થવાનુ મુખ્ય કારણ વાવાઝોડું છે '
- 'હજુ બે થી ત્રણ દિવસ તાપમાન ઉંચુ રહેશે'
- 'અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે'
- ' ગુજરાતમાં માવઠું થવાની કોઈ શક્યતા નથી'
- 'ડીસેમ્બર ના પ્રથમ સપ્તાહમાં તીવ્ર ઠંડી પડશે'
Cyclone Ditwah: બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા દિત્વા વાવાઝોડાની (Cyclone Ditwah) અસર દક્ષિણ ભારત તરફ વધુ કેન્દ્રિત થઈ રહી છે, જેમાં તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર વરસાદ અને પવનની આગાહી છે. પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આ વાવાઝોડાની કોઈપણ અસર ગુજરાત પર નહીં થાય.
દિત્વા વાવાઝોડાની અસર મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું નિવેદન
દિત્વા વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી અસર થશે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું નિવેદન સામે આવ્યું છે.તેમણે જણાવ્યું કે આ પોસ્ટ-મોન્સૂન વાવાઝોડાનું સ્વરૂપ છે અને હાલ તે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.ગોસ્વામીએ વધુમાં કહ્યું, "દિત્વા વાવાઝોડું હાલ શ્રીલંકા પર સક્રિય છે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે ઝડપથી દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતના વાતાવરણ પર તેની કોઈ અસર થતી નથી.
'ઠંડી ગાયબ થવાનુ મુખ્ય કારણ વાવાઝોડું છે
વધુમાં તેમણે ઉમેર્યું કે આ વાવાઝોડાનું નામ યમન દેશથી આવ્યું છે, જે વિશ્વ હવામાન સંસ્થા (WMO) દ્વારા આપવામાં આવેલી નામાવલીનો ભાગ છે.વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠંડીનું વિલંબપરેશ ગોસ્વામીએ ગુજરાતમાં તાપમાનની વર્તમાન વૃદ્ધિનું મુખ્ય કારણ આ વાવાઝોડાને જ માન્યું છે. "ઠંડી ગાયબ થવાનું મુખ્ય કારણ આ વાવાઝોડું જ છે. હજુ બેથી ત્રણ દિવસ તાપમાન ઉંચું રહેશે, પરંતુ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે માવઠું થવાની કોઈ શક્યતા નથી,"
Cyclone Ditva ની Gujarat પર થશે અસર ?, Weather Expert Paresh Goswami નું નિવેદન | Gujarat First
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું નિવેદન
"બંગાળની ખાડી પર પોસ્ટ મોન્સૂન વાવાઝોડાની અસર"
ઠંડી ગાયબ થવાનું મુખ્ય કારણ વાવાઝોડું છે: પરેશ ગોસ્વામી
હજુ બે થી ત્રણ દિવસ તાપમાન ઉંચુ રહેશે:… pic.twitter.com/YFVUzyJYa1— Gujarat First (@GujaratFirst) November 29, 2025
પરેશ ગોસ્વામીની ખેડૂતોને સલાહ
ગુજરાતના ખેડૂતોને પરેશ ગોસ્વામીએ મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે, "ખેડૂતોએ ત્વરિત વાવેતર કરી દેવું જોઈએ. શિયાળુ પાકનું વાવેતર હાલ જ કરી દો, કારણ કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તીવ્ર ઠંડી પડશે," તેમના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાની અસરને કારણે વર્તમાનમાં વાતાવરણમાં ગરમી વધી છે, પરંતુ નજીકના દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. તેમજ પરેશ ગોસ્વીમીએ એમ પણ જણાવ્યું કે, આ વખતે ઠંડી એક દાયકાનો રેકોર્ડ તોડશે.
દિત્વાએ શ્રીલંકામાં વ્યાપક વેર્યો વિનાશ
નોંધનીય છે કે, દિત્વાએ શ્રીલંકામાં વ્યાપક વિનાશ વેર્યો છે આ વાવાઝોડાને કારણે 80 થી વધુ મોત થયા છે. અનેહવે તે તમિલનાડુના દરિયાકાંઠા તરફ વધી રહ્યું છે, જ્યાં 30 નવેમ્બર સુધીમાં લેન્ડફોલ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Bharuch: કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ! Ahmed Patel ના પુત્ર Faisal Patel ના ટ્વિટથી ખળભળાટ


