ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : દેવગઢ બારીયાની ધો. 8 માં ભણતી મિત્તલ પટેલે પરિવાર-જિલ્લાનું નામ રોશન કર્યું

દાહોદ જિલ્લાની દેવગઢ બારીયામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (Ratnadeep International School) અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્તલ પટેલ ISRO ખાતે 10 દિવસ માટે પહોંચી છે. જ્યાં અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત રાજ્યભરમાંથી કુલ 91 વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થઈ છે, જેમાં મિત્તલ પણ સામેલ છે.
04:07 PM Nov 17, 2025 IST | Vipul Sen
દાહોદ જિલ્લાની દેવગઢ બારીયામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (Ratnadeep International School) અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્તલ પટેલ ISRO ખાતે 10 દિવસ માટે પહોંચી છે. જ્યાં અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત રાજ્યભરમાંથી કુલ 91 વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થઈ છે, જેમાં મિત્તલ પણ સામેલ છે.
Dahod_Gujarat_First
  1. Dahod જિલ્લાની દેવગઢ બારીયાની વિદ્યાર્થિનીએ નામ રોશન કર્યું
  2. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઇસરો પહોંચી
  3. રાજ્યભરમાંથી માત્ર 91 વિદ્યાર્થીઓની પસંદગી થઈ, ધો. 8 માં ભણતી મિત્તલ પટેલ પણ સામેલ
  4. અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે

Dahod : દાહોદ જિલ્લાની દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (Ratnadeep International School) અભ્યાસ કરતી વિદ્યાર્થિની ISRO ખાતે 10 દિવસ માટે પહોંચી છે. જ્યાં અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત રાજ્યભરમાંથી કુલ 91 વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થઈ છે.

Dahod ના દેવગઢ બારીયાની ઘો. 8માં ભણતી વિદ્યાર્થિની ઇસરો પહોંચી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી સ્પેસ એપ્લિકેશન સેન્ટર (GUJCOST), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા રાજ્યભરમાંથી કુલ 91 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ ઈસરો ખાતે 10 દિવસ સુધી અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. આ વિદ્યાર્થીઓમાં દાહોદ જિલ્લાની (Dahod) દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્તલ દિનેશભાઈ પટેલની (Mittal Patel) પણ પસંદગી થઈ છે.

આ પણ વાંચો - GTU ની પરીક્ષામાં ગયા વર્ષનું પ્રશ્નપત્ર પૂછાતા વિદ્યાર્થી સંગઠનોમાં રોષનો માહોલ

રાજ્યમાંથી 91 વિદ્યાર્થીની પસંદગી, સંશોધન, વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિથી માહિતગાર થશે

માહિતી અનુસાર, આ વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત પસંદગી કરવામાં આવેલ વિદ્યાર્થીનીને યુવા વૈજ્ઞાનિકોને અવકાશ વિજ્ઞાન, અવકાશ સંશોધન તેમ જ સ્ટેમ ડિફેન્સ વિવિધ પ્રોજેક્ટ આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમ હેઠળ પસંદગી થતા અમદાવાદના ઇસરો (ISRO) ખાતે પહોંચ્યા હતા. 22 મી નવેમ્બર સુધી સંખ્યાબંધ લોકો મુલાકાત લેનાર છે, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિકો સાથે મુલાકાત લેશે. દરમિયાન, અવકાશીય ટેકનોલોજી, સંશોધન, ભાવિ મિશન, રોજિંદા જીવન પર અવકાશીય ટેકનોલોજીની અસર અને સ્ટેમ કારકિર્દી પ્રોત્સાહિત કરવાના અનેક મુદ્દાઓ અંગે માહિતગાર થશે અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ અંગે વાકેફ થશે. જો કે, આ કાર્યક્રમમાં સંપૂર્ણ રાજ્યમાંથી માત્ર 91 વિદ્યાર્થીનું સ્થાન મેળવ્યો છે, જેમાં દાહોદ જિલ્લાની દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની મિત્તલ પટેલ એ દેવગઢબારિયા તથા જિલ્લાનું નામ રોશન કર્યું તે બદલ શાળા પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : ઇરફાન અલી મકરાની

આ પણ વાંચો - Surat સાયબર ક્રાઇમે પર્સનલ લોન તથા નોકરીના બહાને થતું કૌભાંડ ઝડપ્યું

Tags :
DahodDevgadh BariaGujarat Council on Science Technology Space Application CenterGUJARAT FIRST NEWSGUJCOSTIndian Space Research OrganizationISROMittal PatelRatnadeep International SchoolSpace TechnologySTEM defense
Next Article