Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Commonwealth Games: કોમનવેલ્થની યજમાની અંગે આજે આવશે નિર્ણય, જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરાત

Commonwealth Games: ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. એક રીતે મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.
commonwealth games  કોમનવેલ્થની યજમાની અંગે આજે આવશે નિર્ણય  જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરાત
Advertisement
  • Commonwealth Games: DyCM હર્ષભાઈ સંઘવી ડેલિગેશન સાથે પહોંચ્યા
  • સ્કોટલેન્ડના ગ્લાસગો પહોંચ્યું ભારતનું ડેલિગેશન
  • કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ હશે

Commonwealth Games: ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. એક રીતે મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.

અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના

અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું.

Advertisement

Advertisement

Commonwealth Games: રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલીવાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.

કોમનવેલ્થની યજમાની અંગે આજે નિર્ણય આવશે

કોમનવેલ્થની યજમાની અંગે આજે નિર્ણય આવશે જેમાં DyCM હર્ષભાઈ સંઘવી ડેલિગેશન સાથે પહોંચ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ભારતનું ડેલિગેશન પહોંચ્યું છે. સાંજે 6.30 વાગ્યે યજમાની અંગે સત્તાવાર જાહેરાત થશે. તેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો: Constitution Day: આજે બંધારણ દિવસ પર નવ ભાષામાં સંવિધાન બહાર પડાશે

Tags :
Advertisement

.

×