Deesa Blast : સરકારે SIT ની રચના કરી, મૃતકનાં પરિવારની CM ને રજૂઆત, કથાકાર મોરારીબાપુની જાહેરાત
- ડીસા ફટાકડા ફેકટરીની દુર્ઘટના મુદ્દે સરકારે SIT ની રચના કરી (Deesa Blast)
- SIT ટીમ 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે
- રાજ્ય સરકાર ઘટના મુદ્દે ઉચ્ચ સ્તરીય કમિટી પણ બનાવશે
- મૃતકનાં પરિવારએ CM ભૂપેન્દ્ર પટેલને અરજી લખી કરી રજૂઆત
- કથાકાર મોરારી બાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ, સહાયની કરી જાહેરાત
Deesa Blast : ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. IAS ભાવિન પંડયા સહિત 4 અધિકારીઓની અધ્યક્ષતામાં SIT ટીમની રચના કરાઈ છે. SIT ટીમ 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. બીજી તરફ આ દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોએ CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) અરજી લખી રજૂઆત કરી છે કે તેમની દીકરીનો મૃતદેહ તેમને સોંપવામાં આવે, જેથી ઓળખ કર્યા બાદ અંતિમક્રિયા કરી શકાય. ડીસા વિસ્ફોટકાંડને લઇ કથાકાર મોરારીબાપુએ (Morari Bapu) પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પરિજનોને સહાયની જાહેરાત કરી છે.
SIT ટીમ 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) ડિસા GIDC માં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ (Deesa Blast) થતાં 21 લોકોનાં મૃત્યુ થયા છે. આ મામલે તપાસ માટે સરકાર દ્વારા હવે SIT ની રચના કરવામાં આવી છે. માહિતી અનુસાર, AS ભાવિન પંડયા સહિત 4 અધિકારીઓની અધ્યક્ષતામાં SIT ટીમની રચના કરાઈ છે. આ SIT ટીમ સમગ્ર મામલે તપાસ કરીને 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે. માહિતી અનુસાર, આ ગોઝારી ઘટના મુદ્દે રાજ્ય સરકાર સિનિયર અધિકારીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય કમિટી પણ બનાવશે. આ કમિટીમાં FSL નાં અધિકારીને પણ સામેલ કરાશે. કમિટી ઘટનાની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજકુમાર જાટના પિતાએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા, અરજીમાં કરી આ માગ
CM ભૂપેન્દ્ર પટેલને મૃતકનાં પરિવારે કરી રજૂઆત
બીજી તરફ આ અગ્નિકાંડમાં મૃતદેહ ન આપતા મૃતકનાં પરિવારજનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) અરજી લખી રજૂઆત કરી છે. પરિવારજનોની માગ છે કે તેમને તાત્કાલિક ધોરણે તેમની દીકરીનો મૃતદેહ સોંપવામાં આવે, જેથી તેની ઓળખ કર્યા બાદ અંતિમક્રિયા કરી શકાય. માહિતી અનુસાર, સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને મૃતદેહોની ઓળખાણ કર્યા વગર એમ્બ્યુલન્સમાં બેસી જવાનું કહેતા પરિવારે ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો - Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા
કથાકાર મોરારીબાપુએ 3.15 લાખની સહાયની જાહેરાત કરી
ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકાંડનાં મૃતકોને કથાકાર મોરારીબાપુએ (Morari Bapu) શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ કથાકાર મોરારીબાપુએ મૃતકોનાં પરિજનોને રૂ. 3.15 લાખની સહાયની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, ડીસાની (Deesa) ફટાકડા ફેક્ટરી વિસ્ફોટકાંડમાં 21 લોકોનાં કરૂણ મોત નિપજયાં છે.
આ પણ વાંચો - Dakor : હોટ ડોગમાંથી કીડીઓ નીકળી! ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાન માલિકે કહ્યું- આ તો...