Deesa: જલારામ મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ, કાર્યવાહી કરવા માટે આપ્યું આવેદનપત્ર
- રઘુવંશી સમાજ અને હિંદુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળ્યો
- જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં માટે આપ્યું આવેદનપત્ર
- સ્વામીના નિવેદનના કારણે હિંદુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ
Deesa: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના નિવેદનોથી હિંદુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ અને હિંદુ ધર્મના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ડીસા ખાતે જલારામ મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી રેલી યોજી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...
ડીસામાં રઘુવંશી સમાજ અને હિંદુ ધર્મના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો ડીસામાં રઘુવંશી સમાજ અને હિંદુ ધર્મના આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધના ભાગરૂપે, ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સ્વામી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશે પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને તોડી મરોડીને ભ્રામક વાતો ફેલાવી છે, જેના કારણે હિંદુ રઘુવંશી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે.
આ પણ વાંચો: Rajkot: ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના આવા કામ? વિદ્યાર્થીઓને ભણાવે છે ચોરીના પાઠ!
તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માંગેઃ લોકોની માંગ
આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે, સ્વામી સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેઓ વીરપુર જઈને જાહેરમાં માફી માંગે. આ ઉપરાંત, જે પુસ્તકના આધારે તેમણે આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા પહેલાં, ડીસાના જલારામ મંદિરમાં રઘુવંશી સમાજના આગેવાનો, હિંદુ ધર્મના આગેવાનો અને વેપારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, સ્વામીના નિવેદનની સખત નિંદા કરવામાં આવી હતી. ત્યારબાદ, સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


