Deesa: ડીસાના વાડી રોડ વિસ્તારમાં નોકરીથી પરત ઘરે રહેલા યુવક પર જીવલેણ હુમલો
- રિક્ષામાં આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
- પૈસાની લેતીદેતીમાં યુવક પર કર્યો જીવલેણ હુમલો
- ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
Deesa: બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે રાત્રે બે જગ્યાએ હિંસક ઘટના બની હતી. ડીસા (Deesa)ના કુપર નજીક બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બીજી બાજુ ડીસાના વાડી રોડ વિસ્તારમાં પણ એક યુવક પર જીવલેણ હુમલો થયો હતો. ડીસાના વાડી રોડ વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તે નોકરીથી પરત તેના ઘેર જાઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવી યુવક પર ઘાતક હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: બે જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જૂથ અથડામણ, કુંપટ નજીક બની ઘટના
એક જ દિવસમાં થઈ રહેલી ત્રણ મોટી મારામારીની ઘટના
જો કે, આ હુમલો પૈસાની લેતી દેતીના મામલે થયો હોવાની સંભાવના છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થય અને તેને તરત જ ડીસા (Deesa)ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાઓને પગલે ત્યાંના લોકોને ભારે ભય લાગ્યો અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ડીસા ઉત્તર પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના ડીસા શહેરમાં એક જ દિવસમાં થઈ રહેલી ત્રણ મોટી મારામારીઓ સાથે જડી છે, જેના પરિણામે શહેરના નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: Rajkot : અહો આશ્ચર્યમ્! ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 વિદ્યાર્થી ઝડપાયા
પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી
મહત્વની વાત એ છે કે, અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસથી નિર્દોષ લોકો આઘાતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક સમુદાયમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી આવા બનાવો ફરીથી ન થાય. લોકો શાંતિ અને સુરક્ષાનો મહત્તમ રક્ષણ માંગે છે, જેથી તેઓ પોતાના જીવનમાં સ્થિરતા અનુભવી શકે. ડીસામાં ગઈ કાલે એક દિવસમાં બે ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Mehsana : મીનાવાડા દર્શનાર્થે ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, પૌત્ર સહિત દાદા-દાદીનું મોત


