Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa: બે જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જૂથ અથડામણ, કુંપટ નજીક બની ઘટના

Deesa: ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે.
deesa  બે જૂથ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે જૂથ અથડામણ  કુંપટ નજીક બની ઘટના
Advertisement
  1. માલગઢ ગામમાં માળી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
  2. હિંસક અથડામણમાં 8 લોકો થયા ઇજાગ્રસ્ત
  3. કુંપટ ગામના પાટીયા પાસે એક હોટલમાં થયું હિંસક અથડામણ

Deesa: ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું કે, આ ઘર્ષણ પૈસાની લેતી દેતીના મામલે થયું હતું. જે ડીસા (Deesa) ભીલડી હાઈવે પર આવેલ કુંપટ ગામના પાટીયા પાસે એક હોટલમાં થયું. નોંધનીય છે કે, આ ઘટનામાં બે જૂથો વચ્ચે મારામારીનો આક્રોશ સર્જાયો જેમાં ઘણા વાહનોને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Vadodara: આજથી ભારતમાં જ બનશે સ્પેનના બાહુબલી....

Advertisement

અમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું: ઇજાગ્રસ્તો

વિગતે વાત કરવામાં આવે તો, આ અથડામણમાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોએ દાવો કર્યો છે કે, તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર હિંસક ઘટનાની ગંભીરતાને દર્શાવે છે. બીજાં ઘણા લોકો પણ ખસેડાઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ મળી હતી. જેના કારણે તમામ ઇજાગ્રસ્તોને ડીસાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

Advertisement

આ પણ વાંચો: Rajkot : અહો આશ્ચર્યમ્! ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 14 વિદ્યાર્થી ઝડપાયા

સારવાર માટે તમામને ડીસાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાવી છે અને સ્થાનિક પોલીસને સ્થિતિને કાબૂમાં લેવા માટે જાગ્રત રહેવાની જરૂર પડી છે. સમગ્ર ઘટનાને લઈને અત્યારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ડીસાના માલગઢ નજીક માળી સમાજના બે જૂથો હિંસક અથડામણ થઈ હોવાથી લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહીં છે.

આ પણ વાંચો: Mehsana : મીનાવાડા દર્શનાર્થે ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, પૌત્ર સહિત દાદા-દાદીનું મોત

Tags :
Advertisement

.

×