Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharampur : ચિંતન શિબિરમાં DyCM હર્ષભાઈ સંઘવીએ કરી વાર્લી પેઈન્ટિંગ, આદિવાસી કળાને કરી ઉજાગર

Dharampur (વલસાડ): ગુજરાત સરકારના ત્રિદિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં મંત્રીઓએ આદિવાસી સંસ્કૃતિ અને કળાનો અનોખો અનુભવ કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતે બ્રશ હાથમાં લઈને વાર્લી પેઈન્ટિંગ બનાવ્યું, જ્યારે મંત્રીઓ કૌશિકભાઈ વેકરિયા, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને જયરામભાઈ ગામીતે પણ આદિવાસી મહિલા કલાકારો પાસેથી વાર્લી કળા શીખી અને હાથ અજમાવ્યો હતો.
dharampur   ચિંતન શિબિરમાં dycm હર્ષભાઈ સંઘવીએ કરી વાર્લી પેઈન્ટિંગ  આદિવાસી કળાને કરી ઉજાગર
Advertisement
  • Dharampur :  ધરમપુર ચિંતન શિબિરમાં મંત્રીઓએ બનાવ્યું વાર્લી પેઈન્ટિંગ : હર્ષ સંઘવીએ કહ્યું – “આદિવાસી કળા દેશભરમાં પહોંચાડીશું”
  • હર્ષ સંઘવીએ પોતે બ્રશ ઉપાડ્યું : ધરમપુરમાં મંત્રીઓએ શીખી વાર્લી કળા
  • ગુજરાત સરકારનું ચિંતન શિબિર : મંત્રીઓએ વાર્લી પેઈન્ટિંગ કરી આદિવાસી કળાને સલામ કરી
  • ધરમપુરમાં મંત્રીઓનો આદિવાસી અંદાજ : હર્ષભાઈ-રમણભાઈએ બનાવ્યા વાર્લી ચિત્રો

Dharampur (વલસાડ): ગુજરાત સરકારના ત્રિદિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં મંત્રીઓએ આદિવાસી સંસ્કૃતિ અને કળાનો અનોખો અનુભવ કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતે બ્રશ હાથમાં લઈને વાર્લી પેઈન્ટિંગ બનાવ્યું, જ્યારે મંત્રીઓ કૌશિકભાઈ વેકરિયા, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને જયરામભાઈ ગામીતે પણ આદિવાસી મહિલા કલાકારો પાસેથી વાર્લી કળા શીખી અને હાથ અજમાવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું:“આદિવાસી બહેનોની આ વાર્લી પેઈન્ટિંગ ગુજરાતની નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. આ કળાને દેશભરમાં અને વિદેશમાં પહોંચાડવા માટે સરકાર પૂરા પ્રયાસ કરશે. આજે અમે માત્ર પેઈન્ટિંગ નથી શીખ્યા પરંતુ આદિવાસી સમાજની સર્જનાત્મકતાને નજીકથી સમજ્યા છીએ.”

Advertisement

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થોડી મજાક-મસ્તી કરતાં કહ્યું કે, ઓ સાહેબ... તમે પણ હાથ અજમાવી જૂઓ.. જણાવી દઈએ કે, જ્યારે હર્ષભાઈ સંઘવી વાર્લી પેન્ટિંગ બનાવતા હતા, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ નજીકમાં અન્ય ચીજ-વસ્તુઓ નિહાળી રહ્યાં હતા. તેથી તેમને હર્ષભાઈ સંઘવીએ ઉંચેથી ટહૂકો પાડીને બોલાવતી વખતે કહ્યું કે, ઓ સાહેબ.. તમે પણ આજ અજમાવો થોડો...

Advertisement

વાર્લી પેઈન્ટિંગ વર્કશોપમાં મંત્રીઓનો ઉત્સાહ

ચિંતન શિબિરના બપોરના સેશનમાં ધરમપુરની આદિવાસી મહિલા કલાકારોએ વિશેષ વર્કશોપ યોજી હતી. મંત્રીઓએ પોતાના હાથે ચોખાના લોટથી બનેલા રંગથી ગામઠી દિવાલ પર પરંપરાગત વાર્લી ચિત્રો દોર્યા હતા.

હર્ષભાઈ સંઘવીએ વૃક્ષ અને પક્ષીઓનું ચિત્ર બનાવ્યું તો રમણભાઈ સોલંકીએ તરણ-તાલાબનું ચિત્ર દોર્યું હતું. આ જયરામભાઈ ગામીતે નૃત્ય કરતા આદિવાસીઓનું ચિત્ર બનાવ્યું હોવાની માહિતી મળી રહી છે. આમ મંત્રીઓએ આદિવાસી મહિલા કલાકારોને પ્રોત્સાહન આપ્યું અને તેમની કળાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે ખાસ યોજના બદ્ધ કાર્યક્રમોની જાહેરાત કરવાનો સંકલ્પ લીધો હતો.

Tags :
Advertisement

.

×