મહિલાઓએ સતામણી સામે પોતાનું સંરક્ષણ કરવાની જવાબદારી પોતે લેવી પડશે : પ્રો. અમીબહેન ઉપાધ્યાય
- પ્રો.અમીબહેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન
- કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ પરિવાર અને કુલ 298 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
- PosH act-2013 અંગે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા
તારીખ 19/02/2025ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અમીરગઢ કેન્દ્ર-1027 બનાસકાંઠા તથા જેન્ડર રિસોર્સ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ, કમિશનરની કચેરીના સંકલનમાં અમલી “સેતુ કાર્યક્રમ” "મહિલા કાયદાઓ (POSH એક્ટ 2013) અને યોજના" વિષય ઉપર કુલપતિ પ્રો.અમીબહેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમીબહેન ઉપાધ્યાયએ અધ્યક્ષીય ઉદ્દ્બોધન આપ્યું
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમીબહેન ઉપાધ્યાયએ અધ્યક્ષીય ઉદ્દ્બોધન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું કે, મહિલાઓએ મહિલા સતામણી સામે આંખ ઉઠાવવી પડશે અને પોતાનું સંરક્ષણ કરવાની જવાબદારી પોતે લેવી પડશે. જે પણ મહિલાઓની સાથે કાર્યસ્થળ ઉપર કોઈપણ પ્રકારની જાતીય સતામણી થાય છે તેનો સામનો કરવા માટે જાગૃત થવા પ્રેરિત કર્યા હતા. અમીરગઢ કેન્દ્રના ડો.મંજુલાબેન પરમારે પ્રાસંગિક અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ. અને કોલેજના પ્રા.ફરહીના શેખ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના થકી કાર્યક્ર્મ શરૂ કર્યો હતો. મૈત્રીબેન ત્રિવેદી,(લીગલ આસિસ્ટન્ટ,BAOU) મુખ્ય વક્તા દ્વારા PosH act-2013 અંગે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ પરિવાર અને કુલ 298 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
મહિલાઓ સાથે થતાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ કયા છે અને તેનો સામનો કરવા માટે કાયદામાં કેવા પ્રકારની જોગવાઈઓ છે તેના વિશે પણ માહિતી આપી હતી. તેઓએ કાયદાનો ક્યારેય દૂરઉપયોગ ન થાય એ વાત ઉપર ભાર મુક્યો હતો. વક્તા વીરભદ્રસિહ પી. ગોહિલ (સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા જેલ –પાલનપુર) દ્વારા મહિલાઓના આત્મ રક્ષણ તેમજ મહિલાના ઘરેલુ હિંસા અટકાયત કાયદો અને કાયદાના ભંગની સજાની જોગવાઈ વિષે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના રજિટ્રેશન માટે ડો.મુકેશ કુમાર અને ડૉ હિરેન ચૌધરી, ડો.મહેશ ભાઈ પ્રજાપતીએ ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમનું સફળ આયોજન સેતુ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. પ્રિયાંકીબહેન વ્યાસ પ્રો અને ડૉ. નિશા જોષી અને ડો.સોનલ બેન ચૌધરી અને ડો.કિંજલ બેન દ્વારા કરવામાં આવ્યું
કોલેજ સ્ટાફ પરિવાર અને કુલ 298 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સેતુ એક દિવસીય કાર્યશાળાનું સંચાલન કૉલેજના આચાર્ય ડો નયન કે. સોનારાના માર્ગદર્શન હેઠળ ડો. નરેશભાઈ જોશી, ડો. નિતિનભાઈ જાદવ અને પ્રા.ભૂપેન્દ્ર ભાઈ ચડોખિયાએ કર્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ ઇન્ચાર્જ પ્રાદેશિક કેન્દ્ર BAOU પાલનપુરના ડો.સોનલ બેન ચૌધરીએ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન સેતુ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. પ્રિયાંકીબહેન વ્યાસ પ્રો અને ડૉ. નિશા જોષી અને ડો.સોનલ બેન ચૌધરી અને ડો.કિંજલ બેન દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: Gujarat Budget 2025 : આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે


