Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

રાજકોટમાં લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! RMCના ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા 1.80 લાખની લાંચ રંગેહાથે લેતા ઝડપાઈ ગયા મારૂ Rajkot: રાજકોટમાં હજી અગ્રિકાંડમાં મરનારા લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી...
rajkot  લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ  ચીફ ફાયર ઓફિસર 1 80 લાખની લાંચ લેતા ઝડપાયા
Advertisement
  1. રાજકોટમાં લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ!
  2. RMCના ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા
  3. 1.80 લાખની લાંચ રંગેહાથે લેતા ઝડપાઈ ગયા મારૂ

Rajkot: રાજકોટમાં હજી અગ્રિકાંડમાં મરનારા લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, આ અધિકારી 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. મળતી વિગતો પ્રમાણે ફરિયાદી પાસે ફાયર NOC માટે 3 લાખ લાંચની માંગ કરી હતી. જેમાંથી 01.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB એ ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે, રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાની કચેરી ખાતે જ લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Khanjan : બુકી બજારમાં ચર્ચા, કરોડપતિ ખંજનને CID એ કેમ ઉઠાવ્યો?

Advertisement

ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

રાજકોટમાં ખાઈબદેલા બાબુઓના પાપના સજા લોકો ક્યા ભોગવશે? RMCના ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકના ફાયર ચીફ ઓફિસર મારૂ 1.80 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. નોંધનીય છે કે, ફાયર ઓફિસરે ફરિયાદી પાસેથી ફાયર NOC માટે રૂપિયા 3 લાખ માગ્યા હતા. જો કે, 3 લાખ પૈકી 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા બાબુ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની કચેરીએ જ ACBએ ઝડપી લીધા છે.

આ પણ વાંચો: CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

ફરી એકવાર સરકારી બાબુઓની નિર્લજ્જતા સામે આવી

રાજકોટ (Rajkot) અગ્નિકાંડ હજુ તાજો જ છે પણ ફરી એકવાર બાબુઓની નિર્લજ્જતા સામે આવી છે. આવા અધિકારીઓના પાપે જ માસૂમ લોકોના જીવ હોમાયા છે. રાજકોટ (Rajkot) અગ્રિકાંડમાં હોમાયેલા 27 લોકો આવા અધિકારીઓના કારણે જ મૃત્યુ પામ્યા છે. આખરે શા માટે આવા અધિકારીઓનો પેટનો ખાડો ભરાતો નથી. કામ કરવા માટે મોટા સરકારી પગાર તો મળે જ છે. છતાં પણ આવા અધિકારીઓનું પેટ ભરાતું નથી. ગુજરાતમાં આવા તો કેટલાય અધિરારીઓ હશે, આ ફાયર સેફ્ટીના નામે આવા ભ્રષ્ટાચાર કરતાં હોય છે. રાજકોટમાંથી પણ અત્યારે આવા એક અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×