Gujarat: ‘પીઠ પાછળ કો'ક બોલે તેમાં મજા નથી આવતી, તકલીફ હોય તો સામે આવને...’ દેવાયત ખવડે આવું કેમ કહ્યું?
- બે દિગ્દજ સાહિત્ય કલાકારો વચ્ચે અત્યારે વાક્ યુદ્ધ
- દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
- 2025 પછી પોતે ડાયરા ઓછા કરી દેવા છેઃ દેવાયત ખવડ
Devayat Khavad and Brijraj Gadhvi Controversy: ગુજરાતના બે દિગ્દજ સાહિત્ય કલાકારો વચ્ચે અત્યારે વાક્ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં એકબીજાનું નામ લીધા વિના જ આક્ષેપ પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર વાક્ યુદ્ધ ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન પણ તેમને નામ લીધી વગર જ અનેક વાક્ પ્રહાર કર્યાં હતાં.
આ પણ વાંચો: Gujarat: કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી, બંને કલાકારોની ઝાટકણી કાઢી
રાજકારણ આમાં ક્યારે આવી ગયું?: દેવાયત ખવડ
નોંધનીય છે કે, 2025 પછી પોતે ડાયરા ઓછા કરી દેશે તેવું દેવાયત ખવડે કહ્યું હતું. આખરે શા માટે તેમણે આવ્યું કહ્યું? કોને ઉદ્દેશીને દેવાયત ખવડે ડાયરા ઓછા કરવાની વાત કરી હતી. તેમના શબ્દોમાં જોવા જઈએ તો દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અત્યારે હરિફાઈ એટલી બધી છે, તેની કોઈ પરવાહ નથી. “હમ જહા ખડે રહેતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ!” આ તો ઉપર વાળાની કૃપા છે. પણ તકલીફ એ વાતની છે કે, પીઠ પાઠળ કોક બોલેને તેમાં મજા નથી આવતી! તમને અને મને કોઈ તકલીફ હોય તો સામે આવીને કહી દ્યો, પરંતુ તે પીઠ પાછળ જઈને વાતો કરે છે તો એવું લાગે છે કે રાજકારણ આમાં ક્યારે આવી ગયું? નોંધનીય છે કે, સાહિત્યમાં આવેલા રાજકારણ અંગે પણ દેવાયતે ખુલીને વાત કરી હતી.
આ પણ વાંચો: Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!
ઘણાં બધા મને કડવા અનુભવો થયા છે, જે અહીં કહી નહીં શકુંઃ દેવાયત ખવડ
વધુમાં તેમણે કહ્યું કે, આ દુનિયા તો ભજનની છે, વિશાળ સમંદર જેવી આ દુનિયા છે. હું મારા રિંધમ વાળાને પણ કહું છું કે, દેવાયત ખવડ બોલતો હોય ગાતો હોય અને તમે સારૂ વગાડતા હોવ છો, પછી કોઈ બીજો કલાકાર આવે તો એનામાં પણ એવું જ વગાડજો યાર! એમ ઘણાં બધા મને કડવા અનુભવો થયા છે. જે અત્યારે આપના માધ્યમથી નહીં કહીં શકું! એટલું હું કહેતો હોઉ છું કે હવે લીમીટેડ કરી નાખવું છે. આપણને કરવા જેવું લાગે છે, સારા માણસો છે અને સારુ ઓડિયન્સ છે તો કરવાના.કારણ કે, મે ઘણાં એવા ડાયરા પણ કર્યાં છે કે ભાઈ અમારા વખાણ કરો. ઘણાં એવું પણ કહેતા હોય છે કે, ‘એમની કિંમત શું હવે? પણ ના કિંમતનો નહીં પરંતુ કિસ્મતનો કલાકાર છું’.
આ પણ વાંચો: Rajkot: વિંછીયામાં પથ્થરમારાના મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


