Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake IAS : લાખોની છેતરપિંડીમાં સામેલ નકલી IAS ને વિસનગર પોલીસે જેલભેગો કર્યો

વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત (Arpit) પોતાની ઓળખ IAS તરીકે આપતો હતો. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, અર્પિત કોઈ અધિકારી નહિ પણ પાણી વેચવા વાળો શ્રમિક હતો. વાંચો વિગતવાર.
fake ias   લાખોની છેતરપિંડીમાં સામેલ નકલી ias ને વિસનગર પોલીસે જેલભેગો કર્યો
Advertisement
  • વિસનગરના દિનેશ પટેલ સાથે સુરતના ઠગ પિતા-પુત્રએ કરી છેતરપિંડી
  • સમગ્ર છેતરપિંડીમાં એક ઈસમે નકલી IAS બનીને ધમકાવ્યા હતા
  • નકલી IAS અધિકારી નીકળ્યો પાણી વેચનાર શ્રમિક
  • વિસનગર પોલીસે નકલી IAS ને જેલભેગો કર્યો

Fake IAS : મહેસાણા જિલ્લા વિસનગરના કાંસાના દિનેશ પટેલ (Dinesh Patel) એ ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આરોપી સુરતના પિતા-પુત્ર પટેલ જયંતિભાઈ (Jayantibhai) અને કૌશિક પટેલ (Kaushik Patel) એ દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવીને અંદાજિત 22 લાખ રુપિયા પડાવી લીધા હતા. આ કિસ્સામાં અર્પિત નામક એક વ્યક્તિએ નકલી IAS બનીને છેતરપિંડીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે વિસનગર પોલીસે અર્પિતને ઝડપીને જેલભેગો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ નકલી IAS ઓફિસર પાણી વેચનાર શ્રમિક હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાક્રમ

સુરતના જયંતિભાઈ પટેલ અને કૌશિક પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સ ની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી. ત્યારબાદ દિનેશ પટેલ પાસેથી રૂ. 21.65 લાખ મેળવી લીધા હતા. પૈસાના બદલામાં આરોપીઓએ બીજા કોઈ વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માંગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવ્યું હોવાથી તે ક્લીયર થયા નહીં. આ કિસ્સામાં અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી IAS ની ખોટી ઓળખાણ આપી રુ. 79,000 પણ પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ 4 શખ્શો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી IAS બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat News: તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે: ગોપાલ ઈટાલિયા

Advertisement

નકલી IAS ની મહત્વપૂર્ણ ભૂમિકા

વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત કે જે પોતાને IAS તરીકેની ઓળખ આપતો હતો. તેની પોલીસે તપાસ કરતા તે કોઈ અધિકારી નહિ પરંતુ પાણી વેચતો શ્રમિક નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તે કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને IAS ની ધાક જમાવી પૈસા માંગતો હતો. એટલું જ નહિ તેને દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઈન્કમટેક્સે સીઝ કરેલા 300 કરોડ પડ્યા છે. એ છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈને મદદ કરવા પૈસા આપો. હજૂ સુરતના પિતા-પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે. જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચોઃ Dharoi dam site : મુખ્યમંત્રીનું ધરોઇ ખાતે બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ

Tags :
Advertisement

.

×