Gujarat: જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયો હિંસક હુમલો, જાણો કેવી છે હાલત
- ગુજરાતી ગાયક વિજય સુવાળા પર થયો ઘાતક હુમલો
- સાત હુમલાખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- તલવાર સહિતના હથિયારો સાથે ઇનોવા ગાડીનો કર્યો હતો પીછો
Vijay Suwala Attack: ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક વિજય સુવાળા પર હુમલો (Vijay Suwala Attack) થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે 7 લોકોના ટોળાએ વિજય સુવાળાના ઘાતકી હુમલો (Vijay Suwala Attack) તયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વિગતો એવી મળી છે કે, વિજય સુવાળા પોતાના મિત્રો સાથે કોઈ સામાજિક પ્રસંગમાં જઈ રહ્યાં હતા ત્યારે અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે આશરે 10.30 વાગ્યાની આસપાસ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઝુંડાલ સર્કલ પાસે થયો વિજય સુવાળા પર હુમલો
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે. આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ હતી. ત્યારે બાદ પોતાના પ્રોગ્રામ ખુબ જ શિડ્યુઅલ હોય છે તેવું વિજય સુવાળાએ જણાવ્યું હતું. જેથી ફોન કરનારાઓએ ધમકી આપી કે, તારે અમે કહીંએ તો પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશું. નોંધનીય છે કે, પહેલા આવી ધમકી મળી અને બાદમાં કાલે મોડી રાત્રે તલવારો સહિતાના હથિયારો વડે હિંસક હુમલો થયો હતો.
આ પણ વાંચો: Rajkot: ‘પહેલો સગો તે પાડોશી’ કહેવત ખોટી પડી! 11 વર્ષની સગીરાને પાડોશીએ પીંખી નાખી
નોંધનીય છે કે, વિજય સુવાળાને મારવા માટે કેટલાક લોકો આવ્યાં ત્યારે ડ્રાઈવરે ગાડીને ભગાડી દીધી હતી. જો કે, હુમાલાખોરોએ ગાડીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી વિજય સુવાળાએ પોલીસને જાણ કરીને જાણ કરી હતી. પોલીસને ફોન કરતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના ગાંધીનગરની હદમાં થઈ હોવાથી વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાવી હતી. અત્યારે અડાલજ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Special Conversation: શા માટે બ્રેઈન સ્ટ્રોક કેસ વધી રહ્યા છે? પદ્મશ્રી ડૉ. સુધીર શાહે જણાવ્યા આ કારણો


