સરાડીયા-વાંસજાળીયા નવી લાઇન માટે રૂ.1.12 કરોડનાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની પ. રેલવેનાં ભાવનગર ડિવિઝનની મંજૂરી
- સરાડીયા-વાંસજાળીયા (Saradia-Vansjalia) નવી લાઇન માટે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી
- પ. રેલવેના ભાવનગર ડિવિઝને રૂ.1,12,50,000 નાં ખર્ચે સર્વેક્ષણને મંજૂરી આપી
- કેન્દ્રીય શ્રમ-રોજગાર, યુવા બાબતો, રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી નવી લાઈનને મંજૂરી
- સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ થશે : અતુલ કુમાર ત્રિપાઠી
ગુજરાતનાં દૂરનાં વિસ્તારોને જોડીને ભારતનાં અર્થતંત્રને વધુ વિકસિત કરવાનાં ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેનાં ભાવનગર ડિવિઝનની (Bhavnagar Division) સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂ. 1,12,50,000/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (FLS) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવી લાઈન બાબતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના (Dr. Mansukh Mandaviya) સતત પ્રયાસો અને માર્ગદર્શન થકી ગુજરાતને રેલવે મંત્રાલય દ્વારા આ ભેટ મળી છે.
આ પણ વાંચો - Gandhinagar : પ્રિ-મોન્સૂન કામગીરી અંગે CM ભૂપેન્દ્ર પટેલે બેજવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો!
11-पोरबंदर लोकसभा क्षेत्र के लिए बड़ी सौगात!
रेलवे ने 45 किलोमीटर की सराडीया-वांसजालिया नई लाइन के लिए अंतिम सर्वेक्षण स्थान को मंजूरी दी है।
- इस नई रेलवे लाइन से सौराष्ट्र के दूरस्थ क्षेत्रों में औद्योगिक, सामाजिक और आर्थिक विकास होगा।
- सोमनाथ-द्वारका-ओखा-पोरबंदर को जोड़ने… pic.twitter.com/jaJRLFl5au— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 16, 2025
સરાડીયા- વાંસજાળીયા (Saradia-Vansjalia) નવી લાઇનનો આ પ્રોજેક્ટ નીચેનાં લાભો પ્રદાન કરશે :
● ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
● સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો વધારાનો અને ટૂંકો માર્ગ.
● ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.
● ભારતીય રેલવેનાં સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ થશે: અતુલ ત્રિપાઠી
ભાવનગર ડિવિઝનનાં સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના (Atul Kumar Tripathi) જણાવ્યા અનુસાર, સરાડીયા-વાંસજાળીયા (Saradia-Vansjalia) વચ્ચેની 45 કિમી લાઇન ખુલવાથી ગુજરાતનાં સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસ થશે. આ વિસ્તાર ભારતીય રેલવેનાં મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંનાં લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે. સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે. આ લાઇન ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા તીર્થસ્થળો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે.
આ પણ વાંચો - Gandhinagar : કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્વ નિર્ણય, આણંદ મનપાનું નામ બદલવા મંજૂરી, ગંભીરા બ્રિજ ફરી બનાવાશે
સરાડીયા-વાંસજાળીયાનું વિશેષ મહત્ત્વ
સરાડિયા ગામ ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના (Junagadh) માણાવદર તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહત્ત્વપૂર્ણ છે કારણ કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી જેવા મહાનુભાવોએ વિવિધ રાજકીય અને સ્વતંત્રતા સંબંધિત કારણોસર અહીં મુલાકાત લીધી છે. વાંસજાળીયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યનાં જામનગર જિલ્લામાં (Jamnagar) આવેલું એક રેલવે સ્ટેશન છે. તે પોરબંદરથી 34 કિમી દૂર છે. પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેન અહીં રોકાય છે.
આ પણ વાંચો - Gujarat Road Safety : વિઝન-૨૦૩૦ હેઠળ ગુજરાતનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરાયો


