Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: ડૉ. જીવરાજ મહેતા ભવનમાં લાગી આગ, કર્મચારીઓ હાજર હતા અને...

Gandhinagar: ગાંધીનગરમાં ડૉ.જીવરાજ મહેતા ભવનમાં આગ (fire Incident) લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડૉ.જીવરાજ મહેતા ભવન (Dr. Jivraj Mehta Bhavan )ના બ્લોક-1માં આગ લાગી છે.
gandhinagar  ડૉ  જીવરાજ મહેતા ભવનમાં લાગી આગ  કર્મચારીઓ હાજર હતા અને
Advertisement
  1. બ્લોક-1માં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
  2. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા
  3. ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારી પણ હાજર હતા

Gandhinagar: ગાંધીનગરમાં ડૉ.જીવરાજ મહેતા ભવનમાં આગ (fire Incident) લાગી હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ડૉ.જીવરાજ મહેતા ભવન (Dr. Jivraj Mehta Bhavan )ના બ્લોક-1માં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી હતી. નોંધનીય છે કે, અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા અને આગ પર કાબુ મેળવી લેવાયો છે.

Advertisement

તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા

વિગતો એવી પણ સામે આવી છે કે, ઓફિસ ટાઈમ હોવાથી કર્મચારી પણ હાજર હતા. જોકે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે બહાર રાખવામાં આવ્યા છે. આખરે આગ શા માટે લાગી તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે. પરંતુ આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Patan: બાળકના સોદાગર સુરેશ ઠાકોરની રાજનેતાઓ સાથેની તસવીરો વાયરલ, શંકાના ઘેરામાં આવ્યા...

શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં લાગી હતી આગ

નોંધનીય છે કે, જુના સચિવાલય (ડૉ.જીવરાજ મહેતા ભવન)ના બ્લોક નંબર 1માં આગ લાગવાની ઘટના ઘટી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બ્લોક નંબર 1 ના ત્રીજા માળે આગ લાગી હતી. જોકે, ફાયરની ત્રણ ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો.જેથી અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે. શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં આગ લાગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: Rajkot: જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર, Gujarat First ને હાથ લાગ્યા CCTV ફૂટેજ

Tags :
Advertisement

.

×