ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા, જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ!

આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.
08:02 PM Apr 16, 2025 IST | Vipul Sen
આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.
Shankarsinh Vaghela_gujarat_First
  1. પૂર્વ મુખ્યમંત્રી Shankarsinh Vaghela ના કોંગ્રેસ પર પ્રહાર
  2. કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે : શંકરસિંહ
  3. અનેક પુરાવા બધાની સામે છે : શંકરસિંહ વાઘેલા
  4. રાહુલ ગાંધીને હમણાં ખબર પડી : શંકરસિંહ વાઘેલા
  5. મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી : શંકરસિંહ વાઘેલા

ગુજરાતનાં પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે કે જેનાં પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ (Match-Fixing) ચાલે છે. અનેક પુરાવા બધાની સામે છે. રાહુલ ગાંધીને (Rahul Gandhi) હમણાં ખબર પડી છે.

આ પણ વાંચો - માતર MLAના જ ગામમાં કાયદો વ્યવસ્થા ચીંથરેહાલ, 4 દિવસ બાદ ગૂમ યુવકનો મળ્યો મૃતદેહ

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદમાં (Ahmedabad) થોડા દિવસ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત રાજ્ય અને દેશભરમાંથી પાર્ટીનાં નેતાઓએ હાજરી આપી હતી અને ગુજરાત સહિત દેશભરમાં પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત કરવા ચર્ચા-વિચારણા અને નવા પ્રસ્તાવ રજૂ કરાયા હતા. જો કે, આ રાષ્ટ્રીય અધિવેશન (Congress National Convention) પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી અને પાર્ટી વિરોધી કામગીરી કરનારા અને માત્ર હોદ્દો ભોગવતા નેતાઓને દૂર કરવાની વાત કરી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ પણ ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે છે, જેનો આજે અંતિમ દિવસ છે. રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટી અને સંગઠનને મજબૂત કરવા માટે નવી રણનીતિ હેઠળ કામ કરવા બેઠક યોજી પાર્ટી નેતાઓને સૂચન કર્યું છે. જો કે, આ દરમિયાન રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો - Rajkot City Bus Accident : ડ્રાઇવર અંગે મોટો ખુલાસો! પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો

પાર્ટીમાં બદમાશ અને છેતરનારાને દૂર રાખવા જોઈએ : શંકરસિંહ વાઘેલા

અરવલ્લી જિલ્લાનાં (Aravalli) મોડાસા તાલુકામાં યોજાઈ રહેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. દરમિયાન, તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે. અનેક પુરાવા બધાની સામે છે. રાહુલ ગાંધીને હમણાં ખબર પડી છે. મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી. પાર્ટીમાં બદમાશ અને છેતરનારાને દૂર રાખવા જોઈએ. આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા (Mahendrasinh Vaghela) કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પોતપોતાની પાર્ટી પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ, મેં ક્યારેય એમને ટોક્યા નથી.

આ પણ વાંચો - Kutch Triple Accident : બેફામ આવતી ST વોલ્વો બસે વર્તાવ્યો કહેર! વિદ્યાર્થિનીનું મોત, બેની હાલત ગંભીર

Tags :
AhmedabadAravalliBJPCongressCongress National ConventionFormer Chief Minister Shankarsinh VaghelaGUJARAT FIRST NEWSGujarat PoliticsMahendrasinh Vaghelamatch fixingmodasarahul-gandhiTop Gujarati News
Next Article