Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કડકડતી ઠંડીમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ પોરબંદરના સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી

અહેવાલ - કિશન ચૌહાણ શિયાળાની કડકડતી ઠંડીમાં પોરબંદરના ચોપાટી દરીયા કિનારે સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 23 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે. આજે આયોજીત સ્વિમિંગ કોમ્પિટિશનમાં 100 થી...
કડકડતી ઠંડીમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ પોરબંદરના સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી
Advertisement

અહેવાલ - કિશન ચૌહાણ

શિયાળાની કડકડતી ઠંડીમાં પોરબંદરના ચોપાટી દરીયા કિનારે સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 23 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે. આજે આયોજીત સ્વિમિંગ કોમ્પિટિશનમાં 100 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોથી લઈને સિનિયર સીટીઝનોએ સમુદ્રના મોજાં સાથે બાથ ભીડી હતી.

Advertisement

Advertisement

યુવાનોને પણ શરમાવી દે તેમ સિનિયર સિટીઝન વડીલોએ કડકડતી ઠંડીમાં દરિયામાં માર્યા ધુબાકા

પોરબંદરના આંગણે કુદરતે રમણીય અને સુંદર મજાનો દરિયા કિનારો આપ્યો છે. હાલ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ છે. આ શિયાળામાં પોરબંદરના યુવાનોથી લઇ સિનીયર સિટીઝનોએ દરિયામાં ધુબાકા મારી સ્પર્ધાનો આનંદ માણી શકે તે માટે પોરબંદર શ્રી રામ સી ક્લબ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન સ્પર્ધાનું અયોજન કરવામા આવ્યું હતું. દરિયાનો પ્રત્યે લોકોને ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ - પોરબંદર આયોજિત ઓપન પોરબંદર સ્વીમીંગ કોમ્પિશનમાં 100 વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશન 1 કી.મી. અને 10 કી.મી.ની યોજવામાં આવી હતી. જેમાં 1 કી.મી.માં વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ 6-14, 14-40, 40-60 અને 60 થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ હતી, છેલ્લા 22 વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે. યુવાનોને પણ શરમાવી દે તેમ પોરબંદરનાં સિનિયર સિટીઝન વડીલોએ પણ શિયાળાની કડકડતી ઠંડીમાં દરિયામાં ધુબાકા માણી અનેક લોકોને પ્રેરણા આપી હતી.

બોસના નામથી જાણીતા પ્રેમજીભાઈએ 65 વર્ષેની ઉંમરે પણ દરિયાઇ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો

પોરબંદરના જાણીતા એથ્લેટ અને *બોસ* ના નામથી જાણીતા પ્રેમજીભાઈ પોસ્તરિયા આજે 65 વર્ષની ઉંમરે પણ નિયમિત રનીંગ કરે છે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની ગ્રાઉન્ડ કક્ષાની તૈયારી કરતા યુવાનોને નિયમિતપણે નિશુલ્ક તાલીમ આપે છે આ ઉપરાંત તેઓ ખૂબ સારું સ્વિમિંગ પણ કરે છે યુવાનોને સ્વીમીંગની પણ તાલીમ આપે છે પોરબંદરના રમણીય સમુદ્રમાં શ્રીરામ સિ સ્વીમીંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલ પ્રેમજીભાઈ પોસ્તરિયાએ પણ ભાગ લીધો હતો 60 વર્ષની ઉપરના વયની સ્પર્ધામાં તેઓએ ભાગ લીધો હતો અને પ્રથમ નંબરે તેઓ આવ્યા હતા અને યુવાનોને અપીલ કરી હતી કે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહી શરીરને જરૂરી કસરત અને સ્વિમિંગ કરવા આવે તો શરીર તંદુરસ્ત રહેશે આજે શ્રી રામ સિ સ્વીમીંગ ક્લબ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેઓને સુંદર આયોજન કરવા બદલ તેઓને હું અભિનંદન પાઠવું છું અને દર વર્ષે મોટી સંખ્યામાં નાના બાળકો અને વડીલો ઉત્સાહભેર તરણ સ્પર્ધામાં ભાગ લે છે તે ખૂબ સારું છે.

આ પણ વાંચો - કોંગ્રેસના પૂર્વ સાંસદની PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, નોંધાઈ પોલીસ ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×