Download Apps
Home » કોંગ્રેસના પૂર્વ સાંસદની PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, નોંધાઈ પોલીસ ફરિયાદ

કોંગ્રેસના પૂર્વ સાંસદની PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, નોંધાઈ પોલીસ ફરિયાદ

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે તે પહેલા તમામ પક્ષ જનતાને પોતાની તરફ ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કરે છે. તેમા ઘણીવાર નેતાઓ કઇંક એવું બોલી જતા હોય છે જે વિવાદનું કારણ બની જાય છે. તાજેતરમાં આવું જ કઇંક કોંગ્રેસના નેતા વીરજી ઠુંમર સાથે થયું છે. અમરેલીમાં એક સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમર બેફામ નિવેદનબાજી કરતા જોવા મળ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ અહેવાલમાં…

PM મોદી વિરુદ્ધ વીરજી ઠુંમરની અપમાનજનક ટિપ્પણી

એક તરફ દિલ્હીમાં વિરોધ પક્ષના સાંસદોના સસ્પેન્શનથી રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા દ્વારા ગુજરાતના અમરેલીમાં વડાપ્રધાન મોદી વિશે અભદ્ર ટિપ્પણી આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં વીરજી ઠુંમરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા છે. તેઓ પોતાના નિવેદનમાં કહી રહ્યાં છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો નહી પણ અદાણી અંબાણીનો દલાલ છે. આવા વાણી વિલાસને ભાજપના પદાધિકારીઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાના પ્રયોગને લઈ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. બીજી સંસદમાં પણ અદાણી મુદ્દે પ્રશ્ન પૂછતા વિપક્ષના નેતાઓને સંસદમાંથી સસ્પેડ કરવામાં આવ્યાં છે.

વીરજી ઠુંમર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પોતાના બેફામ નિવેદન બાદ કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુંમર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ આ મુદ્દે હવે ઉગ્ર વલણ અપનાવતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના ભાજપના મહામંત્રી મેહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલી સીટી પોલીસમાં IPC 499, 500 અને 504 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગી નેતા વિરુદ્ધ ફરિયાદના સમાચાર સામે આવતા રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો – Human Trafficking : ફ્રાંસમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યા

આ પણ વાંચો – AHMEDABAD : શહેરમા વહેલી સવારે ફૂકાયા ઠંડા પવનો, આગામી સમયમાં વધશે ઠંડીનું જોર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો