Porbandar: ‘હે રામ’ના નામ સાથે નીકળી પાણીની અંતિમયાત્રા, કારણ જાણી તમે પણ ચોંકી જશો
- પ્રદૂષિત પાણીનો રેલો પોરબંદરના સ્મશાન ઘાટે પહોંચ્યો
- ગાંધીભૂમિ પોરબંદરમાં મહારેલી સાથે વિચિત્ર અંતિમયાત્રા નીકળી
- જેતપુર ઉધોગોનું પાણી પોરબંદરના દરિયામાં ના ઠાલવવા લોકોની પ્રબળ માંગ
Porbandar: પોરબંદરના સમુદ્રમાં જેતપુર ઉદ્યોગોનું કેમિકલવાળું પાણી ઠાલવવાના પ્રોજેકટ સામે પોરબંદરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદરના લોકોએ વખોતો વખત સરકારમાં રજૂઆત કરી પરંતુ ભાજપ સરકારે પોરબંદરના લોકોની વાત ન સાંભળતા આજે પોરબંદરના હજારો લોકો સ્વયંભૂ મહારેલી સાથે જેતપુરના પાણીની અંતિમયાત્રા કાઢી અગ્નિદાહ આપી વિરોધ પ્રદર્શન કરી રાજકીય લોકો પર આકરા પ્રહાર કરી આડે હાથે લીધા હતા.
જેતપુરના ઉદ્યોગોના પાણીની અંતિમયાત્રા સાથે મહારેલી
ગાંધીભૂમિ પોરબંદરમાંથી આજે જેતપુરના ઉદ્યોગોના પાણીની અંતિમયાત્રા સાથે મહારેલી યોજવામાં આવી હતી. જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં છેલ્લા 1100 દિવસથી પ્રકારની સરકારમાં રજૂઆતો કરી કરવામાં આવી રહી છે. પોરબંદર વાસીઓએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા છતાં ભાજપ સરકારે જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ નહી કરતા લોકોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જન આક્રોશ મોટા આંદોલન તરફ આગળ વધી રહ્યું છે.
પોરબંદર વાસીઓએ સરકારની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો
ચોંકાવનારી વાત એ છે કે, આજે પોરબંદર શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સ્મશાન ભૂમિ સુધી જેતપુરના પાણીની અંતિમ યાત્રા કાઢી ભાજપ સરકારની આંખ ઉઘાડ઼ વાનો પ્રયત્ન પોરબંદર વાસીઓએ કર્યો હતો. સેવ પોરબંદર સિ સસ્થાના નૂતન ગોકાણીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, મુખ્યમંત્રીએ પોરબંદરના લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે અને પોરબંદરના સાંસદે પોરબંદરનું અહીત જુએ છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Banaskantha: ‘ચમત્કાર જોવો હોય તો જયંત પડ્યા આવી જાય થરા’ વિજ્ઞાન જાથાને ફેંક્યો પડકાર
પાણીની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા
દૂષિત પાણીના મુદ્દે પોરબંદરમાં યોજાયેલી વિચિત્ર અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદરમાં યોજાતા રાજકીય કાર્યક્રમમાં જે સંખ્યા જોવા મળતી નથી તે સંખ્યા આજે જન આક્રોશ રેલીમાં જોવા મળી અને પોરબંદર વાસીઓએ આક્રોશ સાથે એમ પણ કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ પોરબંદરના વિશ્વાસમાં લીધા વગર આ જેતપૂર પાણીના પ્રોજેક્ટ આગળ નહીં વધારે એવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટ આગળ વધતા મુખ્યમંત્રી ઉપર પણ કેટલો વિશ્વાસ કરવો તેમ પણ લોકોમાંથી શૂર ઊઠયો હતો. આ સાથે સેવ પોરબંદર સિંહના નુતનબેન ગોકાણી એમ પણ કહ્યું પોરબંદરના સંસદ જેતપુરના ઉદ્યોગોનો હિત જુએ છે. પોરબંદર વાસીઓએ મત આપ્યા છે દિલ્હી સુધી પહોંચાડ્યા છે પણ તેઓ પણ પોરબંદરના એ જોતા નથી તેમ લાગે છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કર્યા
જેતપુર ઉધોગોનું પાણી પોરબંદરના દરિયામાં ના ઠાલવવા લોકોની પ્રબળ માંગ
આમ તો લગભગ 4 વર્ષથી પોરબંદરમાં વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિઓ દ્રારા સરકારમાં લેખિત મૌખિક રજુઆત થાય છે. પોરબંદરમાં આવેલ મુખ્યમંત્રીને પણ રૂબરૂ રજુઆત થઈ અને ખાતરી મળી પરંતુ આજે એ વિશ્વાસ ગુમાવી બેઠેલી જનતા હવે આંદોલન ના માર્ગે આગળ વધી રહી છે. જેતપુરના ઉદ્યોગોનુ પાણી પોરબંદરના દરિયામાં ઠાલાવવાનો ગુજરાત સરકારનો ડીપસી પાઇપ લાઇન પ્રોજેક્ટ છે. જે ખેડૂતો જમીનમાંથી થઈ પોરબંદર ઊંડા દરિયામાં ઠાલવવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Bharuch: નકલી કિન્નરને અસલી કિન્નરોએ ચખાડ્યો જબરો મેથીપાક, હાલત ગંભીર થતા હોસ્પિટલ લઈ જવાયો


