Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : Board Exams આપતા વિદ્યાર્થીઓ માટે ST નિગમનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા!

અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા યોજાશે.
gandhinagar   board exams આપતા વિદ્યાર્થીઓ માટે st નિગમનો મોટો નિર્ણય  મળશે આ સુવિધા
Advertisement
  1. બોર્ડની પરીક્ષાને લઈને ST નિગમનો મોટો નિર્ણય (Gandhinagar)
  2. રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 ટ્રીપ ચલાવાશે
  3. જિલ્લા તંત્ર તરફથી 85 એક્સ્ટ્રા બસ માટેની માગણી
  4. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી આપી માહિતી

Gandhinagar : રાજ્યભરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે રાજ્યનાં ST નિગમ (GSRTC) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન વધારાની બસો દોડાવવામાં આવશે. હાલની રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે.

Advertisement

આ પણ વાંચો - Chhotaudepur: સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાનો પ્રયાસ, સ્પર્ધાનું પણ આયોજન

Advertisement

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી આપી માહિતી

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી કે, 'રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા (10th -12th Board Exams) સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે-તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો (Gujarat ST Bus) સંચાલિત કરવાની માંગણી મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે'

આ પણ વાંચો - ગુજરાતનાં 159 PSI ને PI તરીકે બઢતી, તમામને તેમના જ પોલીસ સ્ટેશનમાં પ્રમોશન

પરીક્ષાર્થીઓ માટે સમયસર બસ ચલાવવાની સૂચના

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) વધુમાં જણાવ્યું કે, 'એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલનાં વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચનો પ્રસિદ્ધ કર્યા છે. એસ.ટી.નિગમનાં દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે.' નોંધનીય છે કે, માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, આ વર્ષે ધોરણ 10-12 નાં કુલ 14.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10 માં 8,92,882 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થી પરીક્ષા આપશે (Gandhinagar).

આ પણ વાંચો - Gujarat : કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત, રોડ પર મૃતદેહ...

Tags :
Advertisement

.

×