Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સ્ટાર મહિલા ક્રિકેટર રાધા યાદવની CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી વડોદરાની રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ સાલ ઓઢાડી રાધા યાદવનું સન્માન કર્યુ છે. સાથે જ મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ ઉજ્જવળ કારકિર્દીની રાધા યાદવને શુભકામનાઓ પણ આપી છે.
gandhinagar   સ્ટાર મહિલા ક્રિકેટર રાધા યાદવની cm ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
Advertisement
  1. Gandhinagar માં મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડીની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત
  2. વડોદરાનાં ક્રિકેટર રાધા યાદવની ગાંધીનગરમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
  3. તાજેતરમાં મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ટીમમાં રાધા યાદવ સામેલ હતા
  4. મુખ્યમંત્રીએ રાધા યાદવનું સાલ ઓઢાડી સન્માન કર્યુ
  5. મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

Gandhinagar : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં (Women's Cricket World Cup 2025) તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી વડોદરાની રાધા યાદવે (Radha Yadav) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ સાલ ઓઢાડી રાધા યાદવનું સન્માન કર્યુ છે. સાથે જ મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પણ આપી છે.

આ પણ વાંચો - Krushi Rahat Package-2025 : રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય

Advertisement

Gandhinagar માં મુખ્યમંત્રીએ રાધા યાદવનું સાલ ઓઢાડી સન્માન કર્યું

ભારતની દીકરીઓએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ યાદગાર ક્ષણનો ભાગ બનનાર અને ઓલરાઉન્ડ મહિલા ક્રિકેટર વડોદરાની રાધા યાદવે (Radha Yadav) ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ (CM Bhupendrabhai Patel) સાલ ઓઢાડી રાધા યાદવનું સન્માન કર્યુ અને મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પણ આપી છે. આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલ (Dr. Manishaben Vakil) પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : દિલ્હી બ્લાસ્ટનાં બનાવ બાદ જામનગરમાં ઠેર-ઠેર ચેકિંગ, ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ

રાધા યાદવનો મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે થયો હતો સમાવેશ

જણાવી દઈએ કે, રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે વર્ષ 2018 માં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામેની મેચમાં ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મળ્યું હતું અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. રાધા યાદવે વન ડે ક્રિકેટમાં 14 મેચમાં 13 વિકેટ ઝડપી છે. જ્યારે 89 ટી20 મેચમાં 103 વિકેટ અને 1967 રન ફટકાર્યા છે.

આ પણ વાંચો - Kutch : જમ્મુ BSF મેરેથોન-2025 અને જમ્મુથી ભુજ સુધીની BSF મોટરસાયકલ રેલીનો ભવ્ય ફ્લેગઓફ

Tags :
Advertisement

.

×