Gir Somnath: હોટેલ સંચાલકો સોમનાથ સરોવરમાં ઠાલવી રહ્યાં છે ગંદુ પાણી, લોકોમાં ભારે રોષ
- સોમનાથ સરોવરમાં સેફટી ટેન્કનું ગંદુ પાણી ઠાલવી રહ્યા છે
- અનેક વખત રજૂઆતો કરવામાં આવી, છતાં કોઈ પગલા નહીં!
- પગલાં લેવામાં આવતા નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ
Gir Somnath: ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ સોમનાથ બાયપાસ પાસેની મોટા ભાગના હોટેલ સંચાલકો સોમનાથ સરોવરમાં સેફટી ટેન્કનું ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. જેને લઇ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુર્ગંધ ફેલાઈ છે..સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Gandhinagar: શિક્ષણ મંત્રીની આરતી ઉતારી ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ
એક્શન લેવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી
હવે ગીર સોમનાથ પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા વેરાવળ પાલિકાને લેખિત ફરિયાદ કરી છે. જો પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. આ ગંદકીના કારણે લોકો ભારે ખુબ રોષ જોવા મળી રહ્યો છે. આખરે કેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? શું તંત્ર આ લોકોને સાચવી રહ્યું છે?
આ પણ વાંચો: Virpur: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...
અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં કાર્યવાહી કેમ નહીં?
અત્યારે સ્થાનિક લોકો હોટેલ સંચાલકો અને પાલિકા પર ખુબ જ વધારે રોષે ભરાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સ્થાનિકો અને ગીર સોમનાથ પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા અને વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં રહ્યાં છે. સ્થાનિકોને એવું લાગી રહ્યું કે, તંત્રને પર્યાવરણનો બચાવ કરવામાં કોઈ જ રસ નથી. તંત્ર દ્વારા માત્ર મોટી મોટી વાતો જ કરવામાં આવતી હોય છે.