Gondal: 13માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન, નવ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
- શ્રી તરકોશી હનુમાનજી મહારાજ મંદિર ખાતે થયું આયોજન
- આ સમૂહ લગ્નમાં નવ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા
- દીકરીઓને કરિયાવરની 100થી વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ અપાઈ
Gondal: ગોંડલ દેવપરામાં આવેલ શ્રી તરકોશી હનુમાનજી મહારાજ મંદિર ખાતે 13મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર ડી.જે. સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આ સમૂહ લગ્નમાં નવ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં દાતાશ્રીઓ તરફથી દીકરીઓને કરિયાવરની 100થી વધુ જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
નવ દીકરીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો
2 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાં સવારે 9 વાગ્યે જાન આગમન થઈ હતી. ત્યારબાદ સવારે 09:30 કલાકે ભવ્ય વરઘોડો શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળ્યો હતો. જે 10:30 કલાકે શ્રી તરકોશી હનુમાનજી મંદિર ખાતે આવી પહોચ્યો હતો. ત્યારબાદ લગ્નવિધિ શરૂ કરવામાં આવી હતી. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ કચ્છી ભાટીયા વાડી ખાતે ભોજન સમારંભ યોજાયો હતો.
| નવ દંપત્તિને આટલું કરિયાવર આપવામાં આવ્યું | ||
| સોનાનો દાણો | સ્ટીલ ડોલ | ડ્રેસ માટીરીયલ્સ-2 |
| ચાંદીની ગાય | બ્લેન્ડર | સાડી-5 |
| તુલસીનો ક્યારો | પંખો | લોટી નાળિયેર |
| ચાંદીની સાકરા | કીટલી | સ્ટીલના જગ |
| ચાંદીનું મંગળસૂત્ર | ગ્લાસ સેટ | સૂટકેશ |
| બેડ | ટિફિન | કંકાવટી |
| બેડશીટ | દીવાલ ઘડિયાળ | થેલા |
| ત્રણ ડોર વાળો ક્બાટ | પાંચ લિટર કુકર | ગાદલા ઓશિકા |
| ટિપોઈ | સ્ટીલ બેડું | સ્ટીલની બરણી |
| ખુરશી-2 | આઈસ્ક્રીમ કપ સેટ | કેશરોલ |
| બાજોટ-2 | સ્ટીલ ડબરા સેટ | પૂજાની થાળી |
| ડબલ બેડ ઓછાડ | કાંસાનો સેટ | પાનેતર |
| ઠંડી સાલ ડબલ-2 | તપેલી | થર્મોસ |
| ટુવાલ સેટ | ટ્રે પ્લેટ | ડ્રેસિંગ બેઠક |
| ડીનર સેટ | મસાલીયું | ફોટો ફ્રેમ |
| ગણપતિ દીપ (પીતળ) | બાથરૂમ સેટ | રજવાડી પાટલા |
| પ્લાસ્ટિક બાઉલ સેટ | પાણીની ટિપ | કટલેરી ની 30 વસ્તુઓ |
આ પણ વાંચો: Surendranagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય બન્યા Honey Trapનો શિકાર
સમૂહ લગ્નમાં સંતો - મહંતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા
ગોંડલ શ્રી તરકોશી હનુમાનજી મહારાજ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ 13મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, યુવા અગ્રણી નાગરિક બેંકના વા. ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, યાર્ડના માજી ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, મનીષભાઈ રૈયાણી, મેહુલભાઈ ખાખરીયા (ખોડલધામ ટ્રસ્ટી), જીગરભાઈ સાટોડીયા, તારકભાઈ ગાજીપરા, હિતેશભાઈ શીંગાળા, માંધાતા ગ્રુપના હિરેનભાઈ ડાભી એશિયાટિક કોલેજ ચેરમેન ગોપાલભાઈ ભુવા, શશિકાન્તભાઈ રૈયાણી, અગ્રણી ઉદ્યોગપતિ ગિરધારભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો તેમજ સંતો મહંતો, દાતાશ્રીઓ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતાં. આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજુબાપુ અગ્રાવત, મુકેશભાઈ રાણપરિયા, રમેશભાઈ મહેતા, કિશોરભાઈ ગીણોયા,નિલેશભાઈ પરમાર, રશ્મિન અગ્રાવત, મયુરભાઈ મેહતા સહિત ગ્રુપના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


